Valsad : ધરમપુરમાં પાર નદીનો લો લાઇન બ્રિજ ધોવાયો! ગ્રામજનોનું શ્રમદાન અને કાયમી ઉકેલની માંગ
- Valsad : વલસાડના ધરમપુરની પાર નદીનો લો લાઇન બ્રિજ ધોવાયો
- લો લાઈન બ્રિજ ધોવાતા 10 ગામના 15000 લોકોને હાલાકી
- બ્રિજનું ધોવાણ થતાં ગ્રામજનોએ કંટાળીને જાતે શ્રમદાન કર્યું
- તાત્કાલિક બ્રિજનું કામ કરવા માટે ગ્રામજનોએ કરી હતી માગ
- લો લાઇન બ્રિજ ધોવાતા ઢાંકવળ, નાંદગામ, માની ગામને અસર
Valsad : વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પાર નદી પર આવેલો લો લાઇન બ્રિજ ચોમાસામાં ધોવાઈ જતાં આશરે 10 ગામના લગભગ 15 હજાર લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઢાંકવળ, નાંદગામ, માની સહિતના ગામોના લોકો માટે આ પુલ રોજિંદા જીવનની જરૂરિયાતો અને કામકાજ માટે જીવનરેખા સમાન હતો, પરંતુ ધોવાણ થતાં બાળકોના શિક્ષણ, દર્દીઓને દવાખાને પહોંચાડવા અને ખેતીના માલસામાનના પરિવહનમાં મોટી અડચણ ઉભી થઈ છે.
દર વર્ષે વરસાદમાં આ પુલને નુકસાન થતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી પગલાં ન લેવાતા ગ્રામજનોએ પોતે જ શ્રમદાન શરૂ કર્યું છે. લાકડા અને પથ્થર જેવા સાધનો વડે તેમણે તાત્કાલિક અવરજવર માટે કામચલાઉ રસ્તો બનાવ્યો, પરંતુ ભારે વરસાદમાં આ માર્ગ ફરીથી તૂટી જવાની શક્યતા છે. તેથી, ગ્રામજનોની મુખ્ય માંગણી છે કે આ લો લાઇન બ્રિજના સ્થાને મજબૂત અને ઊંચા કાયમી પુલનું નિર્માણ કરાય જેથી ભવિષ્યમાં ફરી આવી પરિસ્થિતિ સર્જાય નહીં.
આ પણ વાંચો : Valsad : બ્રિજ ધોવાતા 10 ગામના 15 હજાર લોકોએ કર્યું એવું કે તંત્રને આવી જશે શરમ!


