Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વંદેમાતરમથી મા ભારતીની આરાધ્યનો ભાવ થાય છે : CM ભૂપેન્દ્રભાઈ પટેલ

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હળવા મૂડમાં જોવા મળ્યા હતા, તેમણે શિયાળાની શરૂઆત છતાં થોડી ગરમીના અનુભવ વિશે વાત કરીને સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે ઉપસ્થિત સૌને ખાતરી આપી કે લોકોની મુશ્કેલીઓનું ધ્યાન રાખવું એ તેમની ફરજ છે અને આપેલી પ્રતિજ્ઞાનો યોગ્ય ઉપયોગ થશે.
Advertisement
  • રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષને લઈને રાજ્યકક્ષાનો કાર્યક્રમ
  • ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ
  • પૂર્ણ સ્વરૂપના વંદે માતરમ ગીતનું સમૂહ ગાયન કરાયું
  • વંદે માતરમ રાષ્ટ્રગીતની સાથે પ્રેરણાગીતઃ CM
  • વંદેમાતરમથી મા ભારતીની આરાધ્યનો ભાવ થાય છેઃ CM
  • દેશભક્તિનો અભૂતપૂર્વ માહોલ દેશભરમાં જાગ્યો છેઃ CM
  • પ્રથમ વખત વંદે માતરમ ગવાયું ત્યારે લોકોમાં રોમાંચ હતોઃ CM
  • "ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો"
  • વંદે માતરમ શબ્દ નથી, પણ આઝાદીનો ધબકાર છેઃ CM
  • "અમદાવાદમાં 1906માં સ્વદેશી પ્રદર્શનમાં ગવાયું હતુ વંદેમાતરમ"

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હળવા મૂડમાં જોવા મળ્યા હતા, તેમણે શિયાળાની શરૂઆત છતાં થોડી ગરમીના અનુભવ વિશે વાત કરીને સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે ઉપસ્થિત સૌને ખાતરી આપી કે લોકોની મુશ્કેલીઓનું ધ્યાન રાખવું એ તેમની ફરજ છે અને આપેલી પ્રતિજ્ઞાનો યોગ્ય ઉપયોગ થશે. હાજર કર્મચારીઓને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશભરમાં દેશભક્તિનો એક અભૂતપૂર્વ માહોલ જાગ્યો છે. તેમણે સરદાર સાહેબની જન્મજયંતિ, બિરસા મુંડાની જન્મજયંતિનું 150મું વર્ષ અને અટલ બિહારી વાજપેયીજીનું 100મું વર્ષ ઉજવાઈ રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો.

રાષ્ટ્રગીતની 150 વર્ષની ઉજવણી

CM ભૂપેન્દ્રભાઈ પટેલે ધ્યાન દોર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રગીતની 150 વર્ષની ઉજવણી થઈ રહી છે, જે પ્રથમ વખત ગવાયું ત્યારે દેશના લોકોમાં એક રોમાંચ હતો. તેમણે રાષ્ટ્રગીતને એક ક્રાંતિકારી મંત્ર ગણાવ્યો, જેનાથી 140 કરોડ ભારતીયોના હૃદય ઝણઝણી ઉઠે છે અને જેને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 1950માં રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો હતો. મુખ્યમંત્રીએ વંદે માતરમ વિશે જણાવ્યું કે તે માત્ર એક શબ્દ નથી, પણ આઝાદીનો ધબકાર છે, જેમાં ગુજરાતની પંચામૃત શક્તિ, કન્યા કેળવણી અને સૌના વિકાસની ભાવના રહેલી છે. અંતે, તેમણે સ્વદેશીને બળ આપતા આત્મનિર્ભર ભારતને શક્તિ આપવાનો સંકલ્પ કરવા ભાર મૂક્યો અને યાદ અપાવ્યું કે 1906માં અમદાવાદમાં સ્વદેશીના પ્રદર્શન દરમિયાન પ્રથમ વખત ગુજરાતમાં વંદે માતરમ ગવાયું હતું. તેમણે ઉપસ્થિત સૌને આજે સ્વદેશીના શપથ લેવા માટે આહ્વાન કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો  :   વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા અવસરની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં ઉજવણી

Advertisement

Tags :
Advertisement

.

×