વડોદરામાં વાહન ચોર ગેંગનો પર્દાફાશ! 14 ચોરીના વાહનો સાથે 2 આરોપીઓ ઝડપાયા
- આ કોઈ સેકન્ડ હેન્ડ બાઈકનો શોરૂમ નથી!
- પોલીસના પ્રાંગણમાં પડેલા વાહનો ચોરીના છે!
- વડોદરામાં વાહન ચોર ગેંગ ગેંગનો પર્દાફાશ!
- ચોરીના 14 વાહનો સાથે બે આરોપી ઝડપાયા!
Vadodara : વડોદરામાં પોલીસે એક મોટી વાહન ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2 આરોપીઓની 14 ચોરીના વાહનો સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ચોરીના વાહનોનો ઢગલો પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં જોઈને કોઈને પણ સેકન્ડ હેન્ડ બાઈકનો શોરૂમ હોવાનો ભ્રમ થઈ શકે છે.
ઝડપી અને શોર્ટકટથી રૂપિયા કમાવવાની લાલચમાં આરોપીઓ અલગ-અલગ વિસ્તારોમાં પાર્ક કરેલી બાઈકની ચોરી કરતા હતા. ચોરી માટે તેઓ ડુપ્લિકેટ ચાવીઓનો ઉપયોગ કરતા અને ખાસ કરીને જે બાઈકનું સ્ટીઅરિંગ લોક ખુલ્લું હોય તેને પોતાનો સોફ્ટ ટાર્ગેટ બનાવતા હતા. ચોરી કર્યા પછી, તેઓ બાઈકની નંબર પ્લેટ કાઢી નાખતા અને ₹૧૦,૦૦૦ થી ₹૧૫,૦૦૦ જેટલા સાવ સસ્તા ભાવે તેનું વેચાણ કરતા હતા. જપ્ત થયેલા વાહનોમાં રાવપુરમાંથી ૭, માંજલપુરમાંથી ૪ અને કપુરાઈ, મકરપુરા તેમજ સયાજીગંજમાંથી એક-એક બાઈકની ચોરીના ગુના નોંધાયા છે.
આ પણ વાંચો : Air India ના ટેકનિશિયનનો ચોંકાવનારો ગુનો! સૌથી સુરક્ષિત iPhone નું લોક તોડી કરી સ્પેરપાર્ટ્સની તસ્કરી


