Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીથી જે લોકોને સપના દેખાડવા આવે છે, આવા લોકોથી સતર્ક રહેવાની જરૂર છે: કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રીશ્રી કિરણ રીજિજ્જુ

આજે કેન્દ્રીય ન્યાયમંત્રી ગુજરાત મુલાકાતે છેે, ભાવનગરમાં નિર્માણ પામનારાં નવાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના બિલ્ડીંગનું આજે 7 ઓક્ટોબરે કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રીશ્રી કિરણ રીજિજ્જુ અને રાજ્યના કાયદા અને ન્યાયમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે જ તેમણે પવિત્ર પાલીતાણાની પણ મુલાકાત કરી હતી. કોર્ટ બિલ્ડિંગ ન્યાયના પ્રતીક સમાન છà«
દિલ્હીથી જે લોકોને સપના દેખાડવા આવે છે  આવા લોકોથી સતર્ક રહેવાની જરૂર છે  કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રીશ્રી કિરણ રીજિજ્જુ
Advertisement
આજે કેન્દ્રીય ન્યાયમંત્રી ગુજરાત મુલાકાતે છેે, ભાવનગરમાં નિર્માણ પામનારાં નવાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના બિલ્ડીંગનું આજે 7 ઓક્ટોબરે કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રીશ્રી કિરણ રીજિજ્જુ અને રાજ્યના કાયદા અને ન્યાયમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે જ તેમણે પવિત્ર પાલીતાણાની પણ મુલાકાત કરી હતી. 


કોર્ટ બિલ્ડિંગ ન્યાયના પ્રતીક સમાન છે 
નવું બિલ્ડીંગ ન્યુ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, જ્ઞાનમંજરી એન્જિનિયરીંગ કોલેજ પાસે, સિદસર રોડ ખાતે નિર્માણ પામશે. કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રીશ્રી કિરણ રીજિજ્જુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, કોર્ટ બિલ્ડિંગ ન્યાયના પ્રતીક સમાન છે ત્યારે ગુજરાતમાં ખૂબ જ સુવિધા યુક્ત કોર્ટ બિલ્ડીંગો બની રહ્યાં છે, ત્યારે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકારની ગ્રાન્ટ નો ગુજરાતમાં માળખાગત સુવિધા માં વધારો કરવામાં ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ 2014 બાદ ભારત ભરમાં નવા સુવિધા યુક્ત બિલ્ડિંગો બનાવવાનું કાર્ય હાથ ધર્યું છે.

કોરોનાના કપરા સમયમાં પણ ગુજરાતની કોર્ટો દ્વારા ખૂબ જ ઉમદા કાર્ય કરવામાં આવ્યું 
આ તકે રાજ્યના કાયદા અને ન્યાયમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી એ જણાવ્યું હતું કે કૃષ્ણ કુમાર સિંહજીએ નિર્માણ કરેલ કોર્ટનું બિલ્ડીંગ હજુ પણ કાર્યરત છે અને  જે ત્યારના રાજવીઓની પ્રશંશનીય કામગીરી દર્શાવે છે. હાલ ભાવનગરમાં 59  કરોડના ખર્ચથી છ માળનું 25 કોર્ટ રૂમ ધરાવતું આધુનિક સુવિધાયુક્ત ટેકનોલોજી સાથેનું બિલ્ડીંગ તૈયાર થશે. જેમાં ગુજરાત હાઇકોર્ટ જેટલી જ સુવિધા વાળુ બિલ્ડીંગ ભાવનગરમાં બનશે, ગુજરાતમાં ન્યાયતંત્રને ખૂબ જ સારો સહકાર દરેકને મળી રહ્યો છે. કોરોનાના કપરા સમયમાં પણ ગુજરાતની કોર્ટો દ્વારા ખૂબ જ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. ટેકનોલોજીના માધ્યમથી પણ કોર્ટ ચાલુ  રાખવામાં આવી હતી. 
 અરવિંદ કેજરીવાલ પર ભારતીબેન શિયાળના પ્રહાર
આ સાથે જ સાંસદ સભ્યશ્રી ભારતી બહેન શિયાળે જણાવ્યું કે આજે આપણા માટે ગૌરવ ની વાત કે મંત્રી કિરણ રીજિજ્જુ  અહીંયા આવ્યા, ગુજરાતમાં અત્યારે ચૂંટણી ના પડઘમ વાગી ચુક્યા છે. ભારતમાં ભાજપ એક માત્ર પક્ષ જે ના કર્યકર્તા હંમેશા પ્રજાની વચ્ચે જ રહ્યો છે. Pm મોદી એ કેન્દ્રીય મંત્રીઓને આપણા વિસ્તારમાં મોકલ્યા છે, મોદી સાહેબ ભાવનગર આવ્યા ત્યારથી ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યાં છે, ઉમેદવાર કોણ હશે તેનાથી કોઇ મતલબ નથી તે કમળનો ઉમેદવાર હશે.  કોરોનામાં આપણે 80 કરોડ લોકોને અનાજ પૂરું પાડી, આપણે દવાઓ અને પીપીઇ કીટ દેશના તમામ લોકો સુધી પહોંચાડી, દરેક લોકો સુધી આપણે ઓક્સિજન પહોંચાડ્યો હતો, લોકો હસતા હતા કે દીવા પ્રગટાવવાથી કે થાળી વગાડવાથી કોરોના ન જાય, જેમ કચરામાં બિલાડીના ટોપ ઊગી નીકળે તેમ ચૂંટણીના સમયે લોકો નીકળી પડ્યા છે લોકો અહીંયા આવીને રેવડી વેચવાની જાહેરાત કરે છે, આવા લોકો આવે તો એવું કહેજો કે અમારે તમારી જરૂર નથી, પંજાબ અને દિલ્હીમાં તમે શું કર્યું છે તે અમને ખબર છે, આવા લોકોને અહીંયા આવવા દેજો નહીં
 

કેજરીવાલ પર પ્રહાર
સાથે જ તેમણે ગુજરાત ચૂંટણીને લઇને કહ્યું કે પાલીતાણામાં કિરણ રીજિજ્જુએ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું કે દિલ્હીથી જ આવે છે તે  લોકોને સપના દેખાડવા આવે છે, આવા લોકોથી સતર્ક રહેવાની જરૂર છે,આપણો માર્ગ કોઈ ભટકાવે નહીં તે ધ્યાન રાખવાની જરૂર છે. હું અહીંયા કાર્યકર્તાને મળવા આવ્યો છું, કાર્યકર્તાઓના દિલથી જોડાવા આવ્યો છું, હું ABVP ના કાળથી પક્ષ સાથે જોડાયેલો છું. હજી પણ હું પક્ષ સાથેથી ઘણું શીખું છું લોકોની સેવા કેવી રીતે કરાય તે હું ગુજરાત પાસેથી શીખ્યોછું, જ્યારે પણ ગુજરાત આવું ત્યારે નવી વસ્તુ શીખવા મળે છે. આજે મને ભાવનગરમાં જવાનો મોકો મળ્યો, અહીંયા આવ્યો ત્યારે મને પાલીતાણા ના જૈન મંદિર વિશેની માહિતી મળી, હું પ્રથમ વખત અહીં આવ્યો છું, ગુજરાત મારા માટે નવું નથી પણ ભાવનગરમાં પહેલી વખત આવ્યો, કાયદા પ્રધાન બન્યા પહેલા મેં અલગ અલગ વિભાગો સંભાળ્યાં હતાં, ગુજરાતમાં મને અલગ અલગ જૂથ સાથે મળવાનો મોકો મળ્યો, આઠ વર્ષ પછી ગુજરાતે નેશનલ ગેમ્સનું આયોજન કર્યું અત્યાર સુધીમાં ક્યાંય આયોજન ન થયું હોય તેવું આયોજન ગુજરાતમાં થયું
છે. પાર્ટીના કાર્યકરોને મળી મને આનંદ થાય છે. 


આઝાદીના સમયથી અત્યાર સુધી વકીલોનું યોગદાન નોંધનીય 
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પહેલા ૧૪૦ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવતી જ્યારે હાલ ન્યાયતંત્ર માટે ૧૭૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ન્યાય તંત્ર કોવિડના કપરા સમયમાં પણ કાર્યરત હતું જે વંદનીય બાબત છે. આઝાદીના સમયથી અત્યાર સુધી વકીલોનું યોગદાન નોંધનીય રહ્યું છે.



અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં
આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, સ્ટેન્ડીગ કમિટિ ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, જિલ્લા ભા.જ.પ.પ્રમુખશ્રી મુકેશભાઈ લંગાળીયા, શહેર ભા.જ.પ.પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા, ભારત સરકારના જોઈન્ટ સેક્રેટરીશ્રી જી.આર.રાઘવેન્દ્ર, ગુજરાત સરકારના લો સેક્રેટરીશ્રી પી.એમ.રાવલ, ભાવનગરના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક એન્ડ સેશન જજશ્રી એલ.એસ.પીરઝાદા, મહાનગરપાલિકા કામિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય, ક્રિમિનલ બાર એસોસિએશન ભાવનગરના પ્રેસિડેન્ટશ્રી ડી.એમ.ડાભી, ભાવનગર બાર એસોસિએશનના પ્રેસિડન્ટશ્રી એસ.એચ.ત્રિવેદી, ભાવનગર એમ.એ.સી.ટી. બાર એસોસિએશન પ્રેસિડેન્ટશ્રી એમ.ડી.ત્રિવેદી સહિત જિલ્લાનાં વિવિધ એસોસિએશનના વકીલો  ઉપસ્થિત રહ્યાં હતાં.
Tags :
Advertisement

.

×