Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વાઇબ્રન્ટ વિવર્સ એક્સ્પો 2022: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ ટેકસટાઇલ માર્કેટ ખાતે ઉદ્ઘાટન કર્યું

સુરતમાં આજે ફોગવા દ્વારા વાયબ્રન્ટ વિવર્સ એક્ઝિબિશન 2022નું  ઉદ્ધાટન કરાવમાં આવ્યું હતું. મુખ્યમંત્રી સહિત પ્રદેશ પ્રમુખ અને ગૃહ રાજ્યમંત્રીએ એક્ઝિબિશનને ખુલ્લું મુક્યું હતું. મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, દર્શના ઝરદોષ સહિત સ્થાનિક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. શાલ પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સાથે તેમના માતા હીરા બાનો ફોટો પ્
વાઇબ્રન્ટ વિવર્સ એક્સ્પો 2022  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ ટેકસટાઇલ માર્કેટ ખાતે ઉદ્ઘાટન કર્યું
Advertisement
સુરતમાં આજે ફોગવા દ્વારા વાયબ્રન્ટ વિવર્સ એક્ઝિબિશન 2022નું  ઉદ્ધાટન કરાવમાં આવ્યું હતું. મુખ્યમંત્રી સહિત પ્રદેશ પ્રમુખ અને ગૃહ રાજ્યમંત્રીએ એક્ઝિબિશનને ખુલ્લું મુક્યું હતું. મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, દર્શના ઝરદોષ સહિત સ્થાનિક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. 


શાલ પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સાથે તેમના માતા હીરા બાનો ફોટો પ્રિન્ટ કરાયો
આ એક્ઝિબિશનમાં વડાપ્રધાનના પ્રિન્ટ વાળી શાલ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શાલ પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સાથે તેમના માતા હીરા બાનો ફોટો પ્રિન્ટ કરાયો હતો. આત્મનિર્ભર ભારત થકી આ શાલ એક મહિલા ઉદ્યોગકારે બનાવી છે. શાલ પર ડિજિટલ પ્રિન્ટ કરીને તેને તૈયાર કરવામાં આવી છે. આ શાલ વડાપ્રધાનના માતા હીરા બાને ભેટ સ્વરુપે મોકલવામાં આવશે. સાથે જ અન્ય શાલ પર વડાપ્રધાન સહિત મુખ્યમંત્રી, સી.આર.પાટીલ, હર્ષ સંઘવી ના ફોટો પણ પ્રિન્ટ કરાયા છે.મુખ્યમંત્રી સહિત પ્રદેશ પ્રમુખ અને ગૃહ રાજ્યમંત્રી એ એક્ઝિબિશનની મુલાકાત લીધી.
હમણાં હમણાં એક ભાઈ આવે છે અને મફત પાણી ની વાત કરે છે.- સી.આર.પાટીલ 
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ કાર્યક્રમમાં આપના નેતા અરવિંદ કેજરીવાલની ગુજરાત ચૂંટણી લક્ષી જાહેરાતો સામે આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલનું નામ લીધાં વગર આપ પર આકરાં પ્રહારો કરતાં કહ્યું કે ગુજરાતમાં પાણીનો એક રૂપિયોને દસ પૈસા જેવો એક દિવસનો ભાવ થાય છે. આટલું સસ્તું ટ્રીટેડ પાણી આખા દેશમાં કોઈ આપતું નથી. એટલે ગુજરાતની જનતાને ફ્રી માં પાણી આપવાની લાલચ ન આપો. એક ભાઈ આવી ને કહે છે કે અમે ફ્રી માં વીજળી આપીશું. પરંતુ પાવર આવશે કે કેમ તે એક સવાલ છે. સાથેજ ગુજરાતના યુવાઓને નોકરીની પણ લાલચ આપી છે. જો કે ગુજરાત સરકારે સાડા પાંચ લાખ નોકરી સરકારે જાહેરાત કરી છે ત્યારે આ ભાઈ દસ લાખ નોકરીની જાહેરાત કરે છે. પણ તે કેવી રીતે કરશે તે નક્કી નથી. ગુજરાત રાજ્ય આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. કોરોના દરમ્યાન પણ સૌથી વધુ કારીગરો સુરતથી ગયા હતા. અને કોરોના બાદ પણ તમામ રાજ્યમાંથી સૌથી વધુ લોકો ગુજરાત આવ્યા હતા. એટલે ગુજરાતીઓ ને લોલીપોપ આપવાનું બંધ કરી દો. ગુજરાતી આપવા માટે હાથ લાંબો કરે છે માંગવા માટે નહીં.
ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન સાચા અર્થમાં બન્યું- મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
આ કાર્યક્રમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે  આપણને લાગે કે સૌથી પહેલો નંબર આપણો છે પરંતુ ક્યારે કોણ આગળ આવી જાય તે ખબર ના પડે. નરેન્દ્રભાઈના દુરંદેશી નેતૃત્વને કારણે વિકાસના જે પાયા નાખ્યા તેને કારણે ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું. નાનામાં નાનો માણસ હેરાન ના થાય તેનું તેમણે ધ્યાન રાખ્યું છે. ઉદ્યોગો માટે દરેક પ્રકારનું આયોજન સુપેરે થયું તેને કારણે વિકાસ થયો. આજે ગુજરાતની વિકાસની કે ધંધા રોજગારની વાત હોય તેમાં નરેન્દ્રભાઈએ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરીને આ પ્લેટફોર્મ મળ્યું છે. નરેન્દ્ર ભાઈએ એ જે વિકાસ કર્યો છે તે ગતિથી જ વિકાસને કઈ રીતે આગળ વધારી શકાય તે દિશામાં મારી ટીમ કામ કરી રહી છે. નરેન્દ્ર ભાઈએ ગુજરાતનું શાસન સાંભળ્યું તે સમયે લઘુ ઉદ્યોગ 2.74 લાખ હતા તે અત્યારે 8.66 લાખ લઘુ ઉદ્યોગો થયા છે. વેપાર ઉદ્યોગને ગુજરાતે જે કનેક્ટિવિટી આપી છે તેને કારણે વેપાર ઉદ્યોગનો વિકાસ થયો છે.


સુરતમાં કાપડના વેપારીઓ માટે વાઇબ્રન્ટ વિવર્સ એક્સ્પો 2022નું આયોજન

Advertisement

મહત્વનું છે કે, આ એક્ઝિબિશન વિવર્સ અને કાપડ વેપારીઓ માટે યોજાયું છે. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ, દર્શના જરદોષ અને હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ એક્ઝિબિશનમાં 126 જેટલા સ્ટોલ રહેશે.

Advertisement

Tags :
Advertisement

.

×