Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગીરના જંગલમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ

ગીરના જંગલમાં સિંહની પજવણી કરાતી હોવાના સંખ્યાબંધ બનાવો ભુતકાળમાં બહાર આવ્યા છે. સિંહની પજવણીના વિડીયો પણ વાયરલ થયેલા છે ત્યારે ગીરના જંગલમાં સિંહ યુગલને પથ્થર મારીને હેરાન કરવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ગીરના જંગલમાં સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. નિરાંતની પળોમાં વિહરી રહેલા સિંહ યુગલ પર કેટલાક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. શાંતીથી વિહરી રહેલા સિંહ યુગલને હેર
ગીરના જંગલમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ
Advertisement
ગીરના જંગલમાં સિંહની પજવણી કરાતી હોવાના સંખ્યાબંધ બનાવો ભુતકાળમાં બહાર આવ્યા છે. સિંહની પજવણીના વિડીયો પણ વાયરલ થયેલા છે ત્યારે ગીરના જંગલમાં સિંહ યુગલને પથ્થર મારીને હેરાન કરવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. 
ગીરના જંગલમાં સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. નિરાંતની પળોમાં વિહરી રહેલા સિંહ યુગલ પર કેટલાક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. 
શાંતીથી વિહરી રહેલા સિંહ યુગલને હેરાન કરવાના ઇરાદાથી જ આ તત્વોએ પથ્થરો માર્યા હતા અને વિકૃત આનંદ મેળવ્યો હતો. કોઇએ આ ઘટનાનું મોબાઇલમાં શૂટીંગ પણ કરી લીધું હતું અને ત્યારબાદ વિડીયો વાયરલ થયો હતો. 
ગીરના જંગલમાં સિંહ યુગલ પર થયેલ પથ્થરમારા નો વિડીયો વાયરલ થતાં પર્યાવરણ પ્રેમીઓ માં રોષ જોવા મળ્યો હતો અને આવા તત્વો સામે કડક હાથે પગલાં લેવાની માગ કરાઇ હતી. 
Tags :
Advertisement

.

×