Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Video : જામનગરની બે શાળાઓમાં શિક્ષકોએ કાપ્યા વિદ્યાર્થીના વાળ

Jamnagar : જામનગરમાં શિક્ષણના મંદિરોમાં જ વિદ્યાર્થીઓ સાથે અમાનુષી વર્તનનો કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Advertisement
  • જામનગરની બે શાળામાં વિદ્યાર્થીઓ સાથે અમાનુષી વર્તન
  • નવાનગર પ્રાથમિક શાળા અને સ્વામીનારાયણ ગુરુકુળ વિવાદમાં
  • બંને શાળામાં શિક્ષકોએ કાપ્યા બે વિદ્યાર્થીના વાળ
  • માથામાં તેલ ન નાખવાને લઈને બે વિદ્યાર્થીના વાળ કપાયા
  • ગેરશિસ્ત સામે અમાનુષી સજા અપાતા વાલીઓમાં ઉહાપોહ
  • ઘટનાને પગલે શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ
  • આ પ્રકારની સજા ક્યારેય ચલાવી ન લેવાયઃ શિક્ષણાધિકારી
  • આવી સજાના કારણે બાળકને શાળાએ જવુ ગમતુ નથીઃ વાલી

Jamnagar : જામનગર શહેરમાં શિક્ષણના મંદિરોમાંથી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નવાનગર પ્રાથમિક શાળા અને સ્વામિનારાયણ ગુરુકુળના શિક્ષકોએ શિસ્તના નામે 2 વિદ્યાર્થીઓના વાળ કાપી નાખ્યા હતા.

બાળકોમાં શાળાએ જવાનો ડર

મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થીઓએ માથામાં તેલ ન નાખ્યું હોવાને કારણે આ સજા આપવામાં આવી હતી. સામાન્ય ભૂલ માટે આપવામાં આવેલી આવી અમાનુષી સજાથી વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે આ ઘટનાથી બાળકોમાં શાળાએ જવાનો ડર ઊભો થયો છે અને તેમની માનસિકતા પર નકારાત્મક અસર પડી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને સ્પષ્ટ જણાવ્યું છે કે, શાળાઓમાં આવું વર્તન ક્યારેય સહન કરવામાં નહીં આવે તથા દોષિત શિક્ષકો સામે કડક પગલાં લેવાશે. આ બનાવે ફરી એકવાર એ પ્રશ્ન ઊભો કર્યો છે કે શિસ્ત જાળવવા માટે બાળકોને માનસિક કે શારીરિક રીતે હેરાન કરવું કેટલું યોગ્ય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×