Ahmedabad Plane Crash : વિજયભાઈએ તમામને મિત્ર તરીકે જ રાખ્યાઃ Vajubhai Vala
પૂર્વ મુખ્યમંત્રીના નિધનને લઈ વજુભાઈ વાળાએ નિવેદન આપ્યું હતું, વિજયભાઈ ઉમદા, વ્યક્તિ રહ્યા છે.
Advertisement
પૂર્વ મુખ્યમંત્રીના નિધનને લઈ વજુભાઈ વાળાએ નિવેદન આપ્યું હતું કે, વિજયભાઈ ઉમદા વ્યક્તિ રહ્યા છે. એક સારા, સામાજિક અને રાજકીય આગેવામ કેવા હોય તેનું ઉદારહણ છે. રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે રાજકોટને આગળ વધારવાનું કામ કર્યું છે. તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા અને પાર્ટીને ખૂણે ખૂણે પહોંચાડી કાર્યકરોનું ઘડતર થયું. તેઓ ધારાસભ્ય બન્યા, મુખ્યમંત્રી બન્યા અને રાજકોટ અને સૌરાષ્ટ્રના અનેક વિકાસ કામો કર્યા. વિજયભાઈએ તમામને મિત્ર તરીકે જ રાખ્યા છે. એક કાર્યકર્તા થી લઈને રાજનેતા સુધીની અદ્ભૂત સફર રહી છે. 11 મહિના કરતા વધુ સમય જેલમાં રહીને પણ મક્કમ મનોબળ બનાવ્યું હતું.
Advertisement


