ઠાકોર સમાજના કલાકારોની અવગણના પર વિક્રમ ઠાકોરનો આક્રોશ, ગુજરાત ફર્સ્ટને જણાવી વ્યથા
ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની ઉપેક્ષા સામે અભિનેતા વિક્રમ ઠાકોરે ગુજરાત ફર્સ્ટ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે ઠાકોર સમાજની વર્ષોથી અવગણના થઈ રહી છે.
Advertisement
- વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણના પર આક્રોશ
- અભિનેતા વિક્રમ ઠાકોરે ગુજરાત ફર્સ્ટને આક્રોશ સાથે જણાવી વ્યથા
- ઠાકોર સમાજની અવગણના થઈઃવિક્રમ ઠાકોર
- "ઠાકોર સમાજની વર્ષોથી અવગણના કરવામાં આવી રહી છે"
- "ઠાકોર સમાજના નેતા પણ સમાજના મુદ્દા નથી ઉઠાવતા"
- "વચેટિયાઓના લીધે ઠાકોર કલાકારોને સરકારના પ્રોગ્રામ નથી મળતા"
- રાજકારણમાં જોડવા અંગે પણ વિક્રમ ઠાકોરે કર્યો ખુલાસો
- "ભાજપના નેતા અંદરખાને વિક્રમ ઠાકોરને સમર્થન આપે છે"
ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની ઉપેક્ષા સામે અભિનેતા વિક્રમ ઠાકોરે ગુજરાત ફર્સ્ટ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે ઠાકોર સમાજની વર્ષોથી અવગણના થઈ રહી છે. તેમણે દુઃખ સાથે કહ્યું કે, સમાજના નેતાઓ પણ ઠાકોર સમાજના મુદ્દાઓને નથી ઉઠાવતા, જ્યારે વચેટિયાઓના કારણે ઠાકોર કલાકારોને સરકારી કાર્યક્રમોમાંથી દૂર રાખવામાં આવે છે.
વિક્રમ ઠાકોરે રાજકારણમાં જોડાવાના મુદ્દે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ભાજપના કેટલાક નેતાઓ અંદરખાને તેમને સમર્થન આપે છે. સમાજની અવગણના સામેની આ લડાઈ તેમના માટે વધુ મહત્વની છે. તેમના આ નિવેદનથી ઠાકોર સમાજના અસંતોષ અને રાજકીય-સામાજિક ઉપેક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
Advertisement
Advertisement


