Kheda: અમૃતપુરામાં બોક્સાઇટ લીઝ વિરુદ્ધ ગ્રામજનોનો વિરોધ
Kheda:ખેડા જિલ્લાના અમૃતપુરા ગ્રામપંચાયતમાં ગૌચર જમીન પર બોક્સાઇટ લીઝ ફાળવવાના મુદ્દે લોકસુનાવણી યોજાઈ હતી. આ લીઝ સામે ગામના ખેડૂતો અને પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Advertisement
Kheda:ખેડા જિલ્લાના અમૃતપુરા ગ્રામપંચાયતમાં ગૌચર જમીન પર બોક્સાઇટ લીઝ ફાળવવાના મુદ્દે લોકસુનાવણી યોજાઈ હતી. આ લીઝ સામે ગામના ખેડૂતો અને પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોને ભય છે કે લીઝ મંજૂર થવાથી પર્યાવરણ, ખેતીની જમીન અને પશુધનને ગંભીર નુકસાન થશે. ગ્રામજનોએ આ લીઝ ફાળવણીનો ખુલ્લો વિરોધ કર્યો છે અને લોકસુનાવણી કરી રહેલા ખેડા જીપીસીબીના અધિકારી અને અધિક નિવાસી કલેક્ટર સમક્ષ માગણી કરી હતી કે લીઝ અમૃતપુરામાં જ ફાળવવાની હોવાથી આસપાસના ગામોને બદલે માત્ર સ્થાનિકોની રજૂઆત સાંભળવામાં આવે. જો લીઝ મંજૂર કરવામાં આવશે, તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી આપી છે... જુઓ અહેવાલ
Advertisement


