વિરાટ કોહલી એકવાર ફરી બન્યો નંબર વન, આ મામલે અક્ષય અને બચ્ચન જેવા સ્ટારને છોડ્યા પાછળ
વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી છે, તેમ છતા તે ટોપ વેલ્યુડ સેલિબ્રિટીમાં નંબર વનનું સ્થાન મેળવવામાં સફળ થયો છે. જોકે, અહીં એ વાત પણ સામે આવી છે કે તેની બ્રાન્ડ વેલ્યુમાં 22% નો ઘટાડો થયો છે. પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ 2021માં ટોપ વેલ્યુડ સેલિબ્રિટી તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, તેની બ્રાન્ડ વેલ્યુ લગભગ 22% ઘટીને $1857 મિલિયà
Advertisement
વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી છે, તેમ છતા તે ટોપ વેલ્યુડ સેલિબ્રિટીમાં નંબર વનનું સ્થાન મેળવવામાં સફળ થયો છે. જોકે, અહીં એ વાત પણ સામે આવી છે કે તેની બ્રાન્ડ વેલ્યુમાં 22% નો ઘટાડો થયો છે.
પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ 2021માં ટોપ વેલ્યુડ સેલિબ્રિટી તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, તેની બ્રાન્ડ વેલ્યુ લગભગ 22% ઘટીને $1857 મિલિયન (અંદાજે રૂ.1400 કરોડ) થઈ ગઈ છે. વર્ષ 2020માં તે $2377 મિલિયન (લગભગ રૂ.1800 કરોડ) હતું. એટલે કે બ્રાન્ડ વેલ્યુમાં લગભગ 400 કરોડનો ઘટાડો થયો છે. ડફ એન્ડ ફેલ્પ્સના સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન સ્ટડી 2021ના 'ડિજિટલ એક્સિલરેશન 2.0' શીર્ષક અનુસાર, વિરાટ કોહલીનું મૂલ્ય 1400 કરોડ રૂપિયાથી વધુ છે.
મહત્વનું છે કે, સતત 5માં વર્ષે સેલિબ્રિટી બ્રાન્ડ તરીકે સ્થાન જાળવ્યું છે. અહી સૌથી મોટી વાત એ છે કે, વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન છે તો બીજી તરફ અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને રણવીર સિંહ જેવા દિગ્ગજ સ્ટાર આ લિસ્ટમાં તેનાથી પાછળ ચાલી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા $32 મિલિયન(3.2 કરોડ) ની બ્રાન્ડ વેલ્યુ સાથે 13માં નંબર પર છે, જ્યારે મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર $474 મિલિયન (4.74 કરોડ)ની વેલ્યુએશન સાથે 11માં નંબર પર છે. કન્સલ્ટન્સી ફર્મ ડફ એન્ડ ફેલ્પ્સ દ્વારા સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2021માં આ માહિતી સામે આવી છે.
અભ્યાસની સાતમી આવૃત્તિમાં ભારતની સૌથી શક્તિશાળી સેલિબ્રિટી બ્રાન્ડ્સને તેમના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પોર્ટફોલિયો અને સોશિયલ મીડિયાની હાજરીમાંથી મેળવેલા બ્રાન્ડ મૂલ્યોના આધારે રેન્ક આપવામાં આવી છે. તે રોગચાળા દરમિયાન બીજા વર્ષ માટે એકંદર સેલિબ્રિટી જાહેરાતો, વિકસતા ભારતીય મીડિયા અને મનોરંજન ઉદ્યોગ પર પડેલી અસરને ઓળખે છે. વિરાટ કોહલી આ યાદીમાં ટોચ પર છે, જ્યારે સાથી ક્રિકેટર એમએસ ધોની, સચિન તેંડુલકર, રોહિત શર્મા અનુક્રમે 5માં, 11માં અને 13માં સ્થાને છે.
આ છે ટોપ ટેન સેલિબ્રિટી રેન્કિંગ
1. વિરાટ કોહલી - રૂ.1,412 કરોડ
2. રણવીર સિંહ – રૂ.1,202 કરોડ
3. અક્ષય કુમાર- રૂ.1,060 કરોડ
4. આલિયા ભટ્ટ - રૂ.517.3 કરોડ
5. એમએસ ધોની- રૂ.464 કરોડ
6. અમિતાભ બચ્ચન – રૂ.411 કરોડ
7. દીપિકા પાદુકોણ - રૂ.392 કરોડ
8. સલમાન ખાન - રૂ.392 કરોડ
9. આયુષ્માન ખુરાના – રૂ.374 કરોડ
10. રિતિક રોશન - રૂ.368 કરોડ
ડફ એન્ડ ફેલ્પ્સ, એ ક્રોલ બિઝનેસના મેનેજિંગ ડિરેક્ટર અવિરલ જૈને જણાવ્યું હતું, “જ્યારે બોલિવૂડની અગ્રણી હસ્તીઓ અમારી ટોચની 20 સેલિબ્રિટી બ્રાન્ડ્સની યાદીમાં સ્થાન ધરાવે છે, ત્યારે આ વર્ષે અમે કેટલાક નોંધપાત્ર ફેરફારો જોયા છે. રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને એમએસ ધોનીએ તેમની બ્રાન્ડ વેલ્યુમાં અદભૂત છલાંગ જોઇ અને એવું લાગે છે કે તેઓએ 2021માં પ્રેક્ષકો સાથે સાચો તાલ મેળવ્યો છે. અમે સચિન તેંડુલકરની પસંદ સહિત ટોચના સેલિબ્રિટી રેન્કિંગમાં વધુ ખેલાડીઓને વધતા જોયા છે. આ નોંધપાત્ર ઉછાળો બોલિવૂડ સેલિબ્રિટીઝની ઓછી સ્પર્ધાને કારણે હતો કારણ કે 2021 માં ઓછી થિયેટર રિલીઝ થઈ હતી.”


