જોઇ લો નેતાઓના અસલી રંગ! ગોપાલ ઈટાલીયા અને કાંતિ અમૃતિયા સચિવાલયમાં થયા ભેગા
Gopal Italia and Kanti Amrutiya met at the Sachivalaya : મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા વચ્ચે સોશિયલ મીડિયા પર ચાલેલા રાજીનામાના નાટક અને આક્ષેપ-પ્રતિઆક્ષેપના ડ્રામા બાદ સચિવાલયમાં બંનેની મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
Advertisement
- રાજીનામા અને મોરેમોરાના નાટક બાદ નેતાઓના અસલી રંગ
- ગોપાલ ઈટાલીયા અને કાંતિ અમૃતિયા સચિવાલયમાં થયા ભેગા
- બંને નેતાઓ રમૂજી અને હળવી શૈલીમાં એકબીજાને મળ્યા
- સોશિયલ મીડિયામાં એકબીજા કટ્ટર દુશ્મન, વાસ્તવમાં અલગ જ રૂપ
- નેતાઓના આ ચહેરા ખોટા છે કે પછી સોશિયલ મીડિયાના પડકારો?
- બંને નેતાઓ જુના મિત્રો હોય તેવી રીતે એકબીજાને મળ્યા
Gopal Italia and Kanti Amrutiya met at the Sachivalaya : મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા વચ્ચે સોશિયલ મીડિયા પર ચાલેલા રાજીનામાના નાટક અને આક્ષેપ-પ્રતિઆક્ષેપના ડ્રામા બાદ સચિવાલયમાં બંનેની મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર જનતાને એકબીજા પ્રત્યે કટ્ટર દુશ્મની દર્શાવનાર આ નેતાઓ વાસ્તવમાં રમૂજી અને હળવા અંદાજમાં એકબીજાને મળ્યા, જાણે જૂના મિત્રો હોય! આ ઘટનાએ રાજકીય નેતાઓના બે રૂપ પર સવાલો ઉભા કર્યા છે — શું સોશિયલ મીડિયા પરની તેમની લડાઈ ફક્ત લોકોનું ધ્યાન ખેંચવાનો ઢોંગ હતો, કે પછી આ મુલાકાત રાજકીય સમજણનું પરિણામ છે? આ ઘટનાક્રમ નેતાઓના વાસ્તવિક ઇરાદાઓ અને સોશિયલ મીડિયાની નાટકીયતા વચ્ચેના અંતરને ઉજાગર કરે છે, જે જનતામાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.
Advertisement


