› Videos › શરીરમાં જો આ લક્ષ્ણો દેખાતા હોય તો હોઈ શકે છે વિટામિન B12ની ઉણપ
Advertisement
શરીરમાં જો આ લક્ષ્ણો દેખાતા હોય તો હોઈ શકે છે વિટામિન B12ની ઉણપ
સામાન્ય રીતે વિટામિન B12 સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે, જેના કારણે શરીરના એનર્જી લેવલ અને ચેતાતંત્ર પર અસર થઈ શકે છે. વિટામિન B12 શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, અને તેની ઉણપથી ન માત્ર તમારો સ્ટેમિના ઘટે છે, તેની સાથે તેની માનસિક અસર પણ ગંભીર હોય છે. એટલું જ નહીં, તમારી સ્કિન પણ આ વિટામિનના અભાવે ડલ થઈ જાય છે, અને ક્યારેક સ્કિન પર કાળા ચાઠા પણ પડી જાય છે.ત્વચાનું પીળું પડવું ત્વચા પીળà
સામાન્ય રીતે વિટામિન B12 સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે, જેના કારણે શરીરના એનર્જી લેવલ અને ચેતાતંત્ર પર અસર થઈ શકે છે. વિટામિન B12 શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, અને તેની ઉણપથી ન માત્ર તમારો સ્ટેમિના ઘટે છે, તેની સાથે તેની માનસિક અસર પણ ગંભીર હોય છે. એટલું જ નહીં, તમારી સ્કિન પણ આ વિટામિનના અભાવે ડલ થઈ જાય છે, અને ક્યારેક સ્કિન પર કાળા ચાઠા પણ પડી જાય છે.
ત્વચાનું પીળું પડવું
ત્વચા પીળી પડવી એ વિટામિન B12 ની ઉણપનું લક્ષણ હોઈ શકે છે. વિટામિન B12ની ઉણપને કારણે શરીરમાં સ્વસ્થ લાલ રક્તકણોની ઉણપ પણ જોવા મળે છે.
માથાનો દુખાવો
સામાન્ય રીતે દરેક વ્યક્તિને ક્યારેક ક્યારેક માથાનો દુખાવો થાય છે, પરંતુ જો તે રોજિંદા સમસ્યા બની જાય છે, તો તમારામાં વિટામિન B12ની ઉણપ હોઈ શકે છે. વિટામીન B12ના ઓછા સ્તરને કારણે માથાનો દુખાવો થાય છે.
પેટની સમસ્યાઓ
વિટામિન B12ની ઉણપથી પણ પેટની સમસ્યા થાય છે. જો ઝાડા, કબજિયાત, પેટ ફૂલવું, પેટમાં ગેસ અને ઉબકા દર બીજા દિવસે થવા લાગે છે, તો તમારે વિટામિન B12 પર ધ્યાન આપવું જોઈએ.
ચક્કર
વારંવાર ચક્કર આવવાની લાગણી અને માથું ફરવું એનું કારણ શરીરના કોષો યોગ્ય રીતે કરી શકતા ન હોય તે પણ હોય શકે.વિટામીન B12ની ઉણપને કારણે આવું વારંવાર થતું હોય છે.