MLA પર મતદારો વિફર્યા! કહ્યું - કામ કરો નહીંતર વિસાવદર વાળી થશે
Morbi : હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરા (MLA Prakash Varmora) સામે સ્થાનિક લોકોનો આક્રોશ સોશિયલ મીડિયા (Social Media) પર ખુલ્લેઆમ વ્યક્ત થઈ રહ્યો છે. લોકોએ ધારાસભ્યને જનતાને લગતી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું, જેમાં વીજળી, ખેતી માટે ખાતરની અછત, શિક્ષણની સમસ્યાઓ અને નહેરમાં પાણીના અભાવ જેવા મોટા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
Advertisement
Morbi : હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરા (MLA Prakash Varmora) સામે સ્થાનિક લોકોનો આક્રોશ સોશિયલ મીડિયા (Social Media) પર ખુલ્લેઆમ વ્યક્ત થઈ રહ્યો છે. લોકોએ ધારાસભ્યને જનતાને લગતી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું, જેમાં વીજળી, ખેતી માટે ખાતરની અછત, શિક્ષણની સમસ્યાઓ અને નહેરમાં પાણીના અભાવ જેવા મોટા મુદ્દાઓનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ્સ પર વાયરલ થઈ રહેલી પોસ્ટ્સમાં લોકોએ ધારાસભ્યને "ફાંકા ફોજદારી" ન કરવાની સલાહ આપી છે અને સાથે ચેતવણી પણ આપી છે કે જો કામગીરીમાં સુધારો નહીં આવે તો "વિસાવદર જેવી સ્થિતિ" સર્જાશે. આ ઘટનાઓએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.
Advertisement


