આપ નેતા ગોપાલ ઈટાલીયાએ હર્ષ સંઘવીના દિકરાને લઈને કર્યું ટ્વિટ થયો હંગામો
ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ તૈયારીમાં
લાગ્યા છે. આ ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
હાલમાં આપ નેતા ગોપાલ ઈટાલિયાના એક ટ્વિટથી હંગામો થઈ ગયો છે. હર્ષ સંઘવીએ તેના
પુત્રનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં આરૂષ એક ગુજરાતી રેપ સોંગ ગાતો
જોવા મળ્યો હતો. આ વીડિયોને લઈને આપ નેતાએ એક ટ્વિટ કર્યું છે. જેના પગલે
રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
— Gopal Italia (@Gopal_Italia) March 17, 2022" title="" target="">javascript:nicTemp();
હર્ષ સંઘવીના પુત્રના વીડિયો વાયરલના મામલે આપ નેતાએ ગોપાલ ઇટાલીયાએ સવાલ
ઉઠાવ્યા છે. આપ નેતા ગોપાલ ઇટાલીયાએ ટ્વિટરના માધ્યમથી ગુહ મંત્રીના દિકરાને સવાલ
પૂછ્યા છે. આપ નેતાએ રાજકારણ કરવામાં હવે નાના બાળકોને પણ નથી છોડ્યા. ગૃહમંત્રીના
દિકરાને લઈને ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરતા રાજકારણમાં ઘમાસાન મચી ગયું છે. ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરતા કહ્યું હતું કે, ગુજરાતી સરકારી શાળામા
ભણીશ કે નહિ ? સરકારી નોકરની લાઈનમા લાગીશ કે નહિ ? જાતીના દાખલા લેવા ધક્કા ખાઈશ ? કે પછી બાપા મંત્રી એટલે આમ જ મોજ કરીશ.


