સામાન્ય વિવાદમાં વોર્નર-અમ્પાયર વચ્ચે જોવા મળી બોલાબોલી, Video
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગ રમી રહી છે. આ મેચ ખૂબ જ રોમાંચક દેખાઇ રહી છે. આ મેચ દરમિયાન ડેવિડ વોર્નરે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં અડધી સદી રમીને 7700 રન પૂરા કર્યા છે. વળી, ડેવિડ વોર્નરની ઇનિંગ દરમિયાન, અમ્પાયર અને ડેવિડ વચ્ચે વિવાદ થયો હતો, જેના કારણે મેચને વચ્ચેથી અટકાવવી પડી હતી. ડેવિડ વોર્નરની વિકેટ લેવાના મુદ્દે અમ્પાયર્સ સાથે ઉગ્ર ચર્ચાઓ à
Advertisement
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગ રમી રહી છે. આ મેચ ખૂબ જ રોમાંચક દેખાઇ રહી છે. આ મેચ દરમિયાન ડેવિડ વોર્નરે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં અડધી સદી રમીને 7700 રન પૂરા કર્યા છે. વળી, ડેવિડ વોર્નરની ઇનિંગ દરમિયાન, અમ્પાયર અને ડેવિડ વચ્ચે વિવાદ થયો હતો, જેના કારણે મેચને વચ્ચેથી અટકાવવી પડી હતી. ડેવિડ વોર્નરની વિકેટ લેવાના મુદ્દે અમ્પાયર્સ સાથે ઉગ્ર ચર્ચાઓ વચ્ચે ચોથા દિવસે લાહોરમાં ત્રીજી ટેસ્ટ રોકાઈ ગઈ હતી.
ડેવિડ વોર્નર ત્રીજી ટેસ્ટના ચોથા દિવસની શરૂઆતમાં અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર પર પ્રોટેક્ટિવ એરિયામાં જવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદમાં અમ્પાયરે પણ તેને આ માટે ચેતવણી આપી અને પોતાનો પક્ષ મુક્યો, ત્યારબાદ રમત થોડીવાર માટે બંધ થઈ ગઈ. તેની સ્પષ્ટતામાં, વોર્નરે કહ્યું કે, તે તેની ક્રિઝની બહાર બેટિંગ કરવા અને બાજુમાં દોડતા પહેલા તેના શોટ્સ રમવા માટે હકદાર હતો.
મહત્વનું છે કે, હસન અલી ડેવિડ વોર્નરની ઇનિંગ દરમિયાન બોલિંગ કરી રહ્યો હતો. તેની ઓવર દરમિયાન, ડેવિડ તેની વિકેટ બચાવવા માટે સ્ટમ્પની સામે ઉભો હતો. જે બાદ અમ્પાયરે તેને ચેતવણી આપી હતી. પાછળથી, સ્ટમ્પ માઈક પર, વોર્નરને અમ્પાયરને કહેતા સાંભળવામાં આવ્યો કે તે (અંપાયર) ઈચ્છે છે કે તે આવા શોટ રમે. જેના જવાબમાં અમ્પાયરે કહ્યું કે, હા તમારે હટવું પડશે. વોર્નરે કહ્યું, “મને નિયમ પુસ્તકમાં બતાવો કે મારે શું કરવાનું છે. જ્યાં સુધી તમે મને બતાવશો નહીં ત્યાં સુધી હું મેચ શરૂ કરીશ નહીં."
સાઇમોન કેટિચે કોમેન્ટ્રીમાં વોર્નરનો બચાવ કર્યો અને એ હકીકત તરફ ઈશારો કર્યો કે બેટ્સમેન કોઈપણ સમસ્યા વિના સ્પિન બોલિંગનો સામનો કરવા વિકેટની સામે આવી શકે છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમની 29મી ઓવર સુધી ડેવિડ વોર્નર ક્રિઝ પર હતો. શાહીન આફ્રિદીએ એક શાનદાર રિવર્સ સ્વિંગ સાથે ડેવિડની ઇનિંગ્સનો અંત કર્યો. શાહીનનો આ બોલ હવામાં અંદરની તરફ આવ્યો અને પછી પીચ પર પડી અને બહાર આવ્યો. વોર્નર ફ્રન્ટ ફૂટ ડિફેન્સ પર ઊભો રહ્યો અને બોલે તેનો ઓફ-સ્ટમ્પ ઉડાવી દીધો. આફ્રિદીનો આ બોલ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.


