Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જેતપુરના પેઢલા ગામે હાઇવે પર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત, જુઓ રુંવાડા ઉભા કરી દેતો વિડીયો

જેતપુર તાલુકાના પેઢલા ગામે એક ગંભીર અકસ્માતનો બનાવ બન્યો છે. પેઢલા ગામેથી પસાર થતા નેશનલ હાઇવે પર બાઈક અને સિમેન્ટ ભરેલ ટેન્કર સાથે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાનો રુંવાડા ઉભા કરી દેતો વિડીયો પણ સામે આવ્યો છે. ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ જેતપુરના પેઢલા ગામ પાસે આવેલ કેન્દ્રીય વિદ્યાલય સામે પેઢલા ચોકડી પાસે આ અકસ્માત થયો છે.
જેતપુરના પેઢલા ગામે હાઇવે પર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત  જુઓ રુંવાડા ઉભા કરી દેતો વિડીયો
Advertisement
જેતપુર તાલુકાના પેઢલા ગામે એક ગંભીર અકસ્માતનો બનાવ બન્યો છે. પેઢલા ગામેથી પસાર થતા નેશનલ હાઇવે પર બાઈક અને સિમેન્ટ ભરેલ ટેન્કર સાથે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાનો રુંવાડા ઉભા કરી દેતો વિડીયો પણ સામે આવ્યો છે. 
ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ જેતપુરના પેઢલા ગામ પાસે આવેલ કેન્દ્રીય વિદ્યાલય સામે પેઢલા ચોકડી પાસે આ અકસ્માત થયો છે. પેઢલા ગામનો યુવાન હિતેશ રવજીભાઈ મકવાણા (ઉ.વ.35) બાઈક લઈને ચોકડી પરથી ગામ તરફ જઈ રહ્યો હતો. ત્યારે અચાનક સામેની સાઈડમાંથી આવતા સિમેન્ટ ભરેલ ટેન્કરે એડફેટે તેને અડફેટે લીધો હતો.

આ અકસ્માતમાં હિતેશનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માત હાઇવે પરના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ ઘટના બનતાંની સાથે જ ટેન્કર ચાલક ફરાર થયો હતો. ઘટના બનતા લોકોના ટોળા એકઠા થયા હતા. યુવકનાં મૃતદેહને જેતપુરના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.તેમજ જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.ફરાર ટેન્કર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.

×