Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુવતી જાહેરમાં બોયફ્રેન્ડને ગાળો કાઢતી હતી, ફૂડ ડિલિવરી બોયે આવીને ઝાપટી નાંખી! જુઓ વિડીયો

આપણે ત્યાં એવી કહેવતત છે કે બેની લડાઇમાં ત્રીજુ ફાવે. આપણા વડીલો પણ એવું કહે છે કે જ્યારે બે લોકો લડતા હોય છે ત્યારે તેમને શાંત કરવા કે સમજાવનાર વ્યક્તિ જ ઘણી વખત ભોગ બની જાય છે. આ વાતના અનેક ઉદાહરણ પણ મળી જશે. ત્યારે આવી જ એક ઘટના હાલામાં પણ પ્રકાશમાં આવી છે. ઘટના છે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરની. ભુવનેશ્વરમાં જાહેરમાં રસ્તા પર એક યુવતિ તેના બોયફ્રેન્ડ સાથે લડી રહી હતી.યુવતિ બોયફ્રેà
યુવતી જાહેરમાં બોયફ્રેન્ડને ગાળો કાઢતી હતી  ફૂડ ડિલિવરી બોયે આવીને ઝાપટી નાંખી  જુઓ વિડીયો
Advertisement
આપણે ત્યાં એવી કહેવતત છે કે બેની લડાઇમાં ત્રીજુ ફાવે. આપણા વડીલો પણ એવું કહે છે કે જ્યારે બે લોકો લડતા હોય છે ત્યારે તેમને શાંત કરવા કે સમજાવનાર વ્યક્તિ જ ઘણી વખત ભોગ બની જાય છે. આ વાતના અનેક ઉદાહરણ પણ મળી જશે. ત્યારે આવી જ એક ઘટના હાલામાં પણ પ્રકાશમાં આવી છે. ઘટના છે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરની. 
ભુવનેશ્વરમાં જાહેરમાં રસ્તા પર એક યુવતિ તેના બોયફ્રેન્ડ સાથે લડી રહી હતી.યુવતિ બોયફ્રેન્ડને ગાળો કાઢી રહી હતી. તેવામાં ત્યાંથી પસાર થઈ રહેલા ફૂડ ડિલિવરી બોયએ બંનેને લડાતા જોયા અને શાંત પાડવાનો પ્રયાસ પણ કર્યો. જેથી યુવતી એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે ફૂડ ડિલિવરી કરનાર વ્યક્તિ સાથે જ ઝગડો કરવા લાગી. તેને પણ ગાળો કાઢી. જેથી તે ફૂડ ડિલિવરી બોય પણ ગુસ્સે થઇ ગયો અને તેણે રસ્તાની વચ્ચે જ છોકરીને એક પછી એક થપ્પડ મારી.

આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો બે ભાગની અંદર છે. જેના પહેલા ભાગમાં છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ઝગડો કરી રહી છે. જે દરમિયાન તે રસ્તાની બાજુમાં પડેલો પથ્થર પણ ઉપાડે છે અને તેના બોયફ્રેન્ડની સ્કૂટી પર મારે છે. ઝગડાના કારણે ત્યાં લોકોની ભીડ પણ હોય છે અને લોકો તમાશો જોતા દેખાય છે. જ્યારે વીડિયોના બીજા ભાગમાં ફૂડ ડિલિવરી બોય જોવા મળે છે.
Advertisement

આ બીજા વીડિયોમાં ફૂડ ડિલિવરી બોય યુવતીને થપ્પડ મારતો દેખાય છે. ત્રણ-ચાર થપ્પડ માર્યા બાદ ત્યાં હાજર અન્ય એક વ્યક્તિએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે ફરીથી યુવતીને થપ્પડ મારી. આમ ઝગડો શાંત પાડવા ગયેલા ફૂડ ડિલિવરી બોય સાથે જ યુવતીએ ઝગડો કરી નાંખ્યો.  પોલીસના જણાવ્યા અનુસાર આ અંગે હજુ સુધી યુવતી કે ફૂડ ડિલિવરી બોયમાંથી કોઈએ ફરિયાદ નોંધાવી નથી. જો કે બંને દવારા મારામારી થઇ હોવાના કારણે સંબંધિત પોલીસ સ્ટેશનને બંને પક્ષો સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.

×