Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સપ્તાહના પહેલા દિવસે શેર બજારની નબળી શરુઆત

સપ્તાહના પહેલા દિવસે વૈશ્વિક શેર બજાર તરફથી મળી રહેલા મિશ્ર સંકેતના કારણે ભારતીય શેર બજારમાં નબળી શરુઆત થઇ હતી. સવારે માર્કેટ ખુલ્યું ત્યારે સેન્સેક્સ 80.91 પોઇન્ટના ઘટાડા સાથે જોવા મળ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 29.15ના ઘટાડા પર જોવા મળ્યો હતો. મુંબઇ શેર બજારનો સેન્સેક્સ 55687.42ના સ્તર પર વેપાર કરતો જોવા મળ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એકસચેન્જનો નિફ્ટી 16555.15 પર જોવા મળ્યો હà
સપ્તાહના પહેલા દિવસે શેર બજારની નબળી શરુઆત
Advertisement
સપ્તાહના પહેલા દિવસે વૈશ્વિક શેર બજાર તરફથી મળી રહેલા મિશ્ર સંકેતના કારણે ભારતીય શેર બજારમાં નબળી શરુઆત થઇ હતી. સવારે માર્કેટ ખુલ્યું ત્યારે સેન્સેક્સ 80.91 પોઇન્ટના ઘટાડા સાથે જોવા મળ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 29.15ના ઘટાડા પર જોવા મળ્યો હતો. 
મુંબઇ શેર બજારનો સેન્સેક્સ 55687.42ના સ્તર પર વેપાર કરતો જોવા મળ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એકસચેન્જનો નિફ્ટી 16555.15 પર જોવા મળ્યો હતો. એશિયન શેર બજારમા પણ મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. 
શેસન શરુ થતાં પહેલાં સેન્સેક્સ 160 પોઇન્ટ સુધીનો કડાકો જોવા મળ્યો હતો.  આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 48.88 પોઇન્ટ તૂટીને 55769.23 પોઇન્ટ પર બંધ થયો હતો જ્યારે એનએસઇ નિફ્ટી પણ 43.70 તૂટીને 16584.30 પોઇન્ટ પર બંધ થયો હતો. આ અઠવાડીયે સેન્સેક્સ મામૂલી 0.01 ટકા તેજીમાં રહ્યો હતો જ્યારે નિફ્ટી 0.05 ટકા ઘટાડામાં જોવા મળ્યો હતો. 
Tags :
Advertisement

.

×