ખમતીધર
પતિના ફોટાને હાર પહેરાવતા વીમુએ મનોમન સંવાદ સાધ્યો,'અકાળે મોત બોલાયુન! મારો ચોલ્લો ઈના કપાળે જરાય નતો સોભતો, ચેટલી વાર મી હમજાયા તા તમોન?'વીમુ ભૂતકાળમાં સરી પડી. 'જવોન વિધવા સાપનો ભારો કેવાય. મુ તો કૌસુ, દિયરની વરસી વળાઈ જ્યા ચેડે નાતરું કરજો પરા.''ચમ નોની બુન મન ભારે પડશી? ઈના જેઠ ખમતીધર સે. હંધુય હચવાશે.'છેલ્લા વાક્યે એના મનમાં તોફાન મચાવ્યું..એ ફોટા આગળ બબડવા લાગી, 'હંધુય હાચવ્યું તમà«
Advertisement
પતિના ફોટાને હાર પહેરાવતા વીમુએ મનોમન સંવાદ સાધ્યો,
"અકાળે મોત બોલાયુન! મારો ચોલ્લો ઈના કપાળે જરાય નતો સોભતો, ચેટલી વાર મી હમજાયા તા તમોન?"
વીમુ ભૂતકાળમાં સરી પડી.
"જવોન વિધવા સાપનો ભારો કેવાય. મુ તો કૌસુ, દિયરની વરસી વળાઈ જ્યા ચેડે નાતરું કરજો પરા."
"ચમ નોની બુન મન ભારે પડશી? ઈના જેઠ ખમતીધર સે. હંધુય હચવાશે."
છેલ્લા વાક્યે એના મનમાં તોફાન મચાવ્યું..
એ ફોટા આગળ બબડવા લાગી, "હંધુય હાચવ્યું તમી તો!!!
બ્રેકીંગ ન્યૂઝ - આરતી રાજપોપટ


