હવામાન નિષ્ણાત Ambalal Patel એ 23 થી 26 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કરી આગાહી
Ambalal Patel : ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, જેમાં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધુ તીવ્ર રહેશે.
Advertisement

તે પછી 26 થી 28 ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે સપ્ટેમ્બર માસ દરમિયાન પણ રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેશે અને તહેવારોના સમયગાળામાં પણ વરસાદી પરિસ્થિતિ જોવા મળશે. આ આગાહીથી ખેડૂતો તેમજ નાગરિકોને પૂર્વ તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
Advertisement
Advertisement