Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવવાની આગાહી : Ambalal Patel

Ambalal Patel Prediction : ગુજરાતમાં ચોમાસાની વિદાયનો સમય નજીક આવી રહ્યો છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) એ ફરી એકવાર મોટી આગાહી કરીને સૌને ચોંકાવી દીધા છે.
Advertisement
  • હવામાન નિષ્ણાત Ambalal Patel એ વરસાદની આગાહી કરી
  • આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવવાની આગાહી
  • 14થી 22 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે
  • 17થી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે
  • દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં વરસાદ પડશે
  • દક્ષિણ ગુજરાતમાં 1થી 4 ઈંચ વરસાદ પડવાની આગાહી
  • અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ પડશે

Ambalal Patel Prediction : ગુજરાતમાં ચોમાસાની વિદાયનો સમય નજીક આવી રહ્યો છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) એ ફરી એકવાર મોટી આગાહી કરીને સૌને ચોંકાવી દીધા છે. તેમની આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે, અને ખાસ કરીને નવરાત્રીના તહેવાર પર વરસાદનું વિઘ્ન આવી શકે છે.

14 સપ્ટેમ્બરથી વરસાદનો પ્રારંભ

અંબાલાલ પટેલ (Ambalal Patel) ના જણાવ્યા મુજબ, આજે બપોર બાદ એટલે કે 13 સપ્ટેમ્બર, 2025થી જ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. પરંતુ, વાસ્તવિક વરસાદની શરૂઆત 14 સપ્ટેમ્બરથી થશે. આ વરસાદ 22 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે ચાલુ રહી શકે છે. આ દરમિયાન, ખાસ કરીને 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં હળવા અને ભારે ઝાપટાં પડશે.

Advertisement

આ આગાહી સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકો માટે પણ મહત્વની છે, કારણ કે આજથી જ ત્યાં વરસાદના હળવા ઝાપટાં પડવાની શક્યતા છે. જણાવી દઇએ કે, આ વરસાદ બંગાળના ઉપસાગરમાં સક્રિય થનારી નવી સિસ્ટમને કારણે આવી રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.

×