આ શું બોલ્યા? આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ.. ગુજરાતની ઘટનામાં તપાસ રાજસ્થાનની ગેહલોત સરકાર કરશે !
છોટાઉદેપુરના નસવાડીમાં એક મરીજ ડોક્ટરની ગેરહાજરીને લીધે મરણ પામ્યો અને તેનો સવાલ આરોગ્ય મંત્રીને પૂછાતા તેમણે કહ્યું કે રાજસ્થાન ગેહલોત સરકાર પાસે તેનો જવાબ માંગી લો. તેમણે ભાંગરો વાટ્યો છોટાઉદેપુરની જગ્યાએ રાજસ્થાન ઉદેપુર સમજી બેઠા.અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજર હતા ત્યારે તેમને ભાંગરો વાટ્યો હતો ત્યારબાદ તેમની ભૂલ સમજ્યા હતા તેમણે જવàª
Advertisement
છોટાઉદેપુરના નસવાડીમાં એક મરીજ ડોક્ટરની ગેરહાજરીને લીધે મરણ પામ્યો અને તેનો સવાલ આરોગ્ય મંત્રીને પૂછાતા તેમણે કહ્યું કે રાજસ્થાન ગેહલોત સરકાર પાસે તેનો જવાબ માંગી લો. તેમણે ભાંગરો વાટ્યો છોટાઉદેપુરની જગ્યાએ રાજસ્થાન ઉદેપુર સમજી બેઠા.
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજર હતા ત્યારે તેમને ભાંગરો વાટ્યો હતો ત્યારબાદ તેમની ભૂલ સમજ્યા હતા તેમણે જવાબ આપ્યો હતો. ઘટના એવી બની હતી કે છોટા ઉદેપુરમાં તબીબ ગેરહાજર રહેવાનો સ્વીકાર કરવા મામલે તબીબની ગેરહજરીના કારણે દર્દીનું મોત થયું હતું. જે બાબતે મંત્રી ઋષિકેશભાઇ પટેલે ભૂલ સમજાયા બાદ કહ્યું કે સરકાર અને તબીબોનો પ્રયાસ એવો હોય છે કે દર્દીઓ સાજા થઈને જાય. ડોક્ટરો ફરજ ઉપર હાજર રહે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે. આ ઘટનામાં જો તબીબની બેદરકારી હશે તો તપાસ થશે.
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે પ્રેક્ટીકલ હેંડબૂક ઓફ ઈયર સર્જરીનું લોકાર્પણ
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આજે હાઇ એન્ડ માઇક્રોસ્કોપ, સર્જરી કૌશલ્ય માટે સ્કિલ લેબ અને પ્રેક્ટીકલ હેંડબૂક ઓફ ઈયર સર્જરીનું લોકાર્પણ ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઋષિકેશ પટેલે જણાવ્યું કે કોરોનાકાળમાં આફતના સમયે આરોગ્યની ટીમ એ ખૂબ સારી કામગીરી કરી હતી. સોલા સિવિલ હોસ્પિટલમાં સુપર સ્પેશિયલીટી હોસ્પિટલનું નિર્માણ થવાની તૈયારી ચાલુ સ્થિતિમાં હોવાનું તેમને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે 900 કરોડનો ખર્ચ તબક્કાવાર રીતે આરોગ્યની સુવિધા ઉભી કરવા સરકાર કટીબધ્ધ છે. બહારના રાજ્યો જ નહી બહારના દેશો માંથી પણ અહીં લોકો સારવાર માટે આવે છે. ત્યારે આરોગ્ય સારવાર માટે અમદાવાદ મુખ્ય બની રહ્યું છે તેથી અમદાવાદ પર આરોગ્ય સારવારનું ધારણ ઘટે તે દિશામાં પણ ગુજરાત ભરમાં અલગ અલગ સિટીમાં અત્યારધુનિક આરોગ્ય સેવા સરકાર ઉપલબ્ધ કરાવવા તત્પર છે. વધુમાં તેમને જણાવ્યું કે આયુષ્યમાન કાર્ડમાં 10 લાખ સુધીની સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ. બજેટ બાદ તેની પર અમલ કરવામાં આવશે. હાલમાં ભારત પોતાનું ટેલેન્ટ કેવી રીતે પોતાના ઉપયોગ થાય તે દિશામાં આગળ વધ્યું છે. કોરોના સામે લડવામાં ભારતની રસી શ્રેષ્ઠ હતી.
રાત્રિમાં પાણી છોડાતા અરવલ્લી ખાતે ઠંડીમાં એક ખેડૂતે જીવ ગુમાવવો પડ્યો હતો.
અરવલ્લીમાં ખેડૂતના મોત મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે સરકાર હજી કામગીરી કરી રહી છે. અમુક સ્થળે દિવસે વીજળી અપાઈ રહી છે,અમુક સ્થળે હાલ કામગીરી ચાલી રહી છે.બનશે એટલું ત્વરિત ધોરણે ખેડૂતોને વીજળી મળે તે માટે સરકાર પ્રયાસ કરશે.
આગામી સમયમાં 900 કરોડના ખર્ચે રાજ્યભરની આરોગ્ય સેવાઓને અત્યાધુનિક બનાવાશે
આગામી સમયમાં ૯૦૦ કરોડના ખર્ચે રાજ્યની મોટાભાગની હોસ્પિટલોને અત્યાધુનીક બનાવવા તરફ સરકાર તત્પર હોવાનું મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું. ત્યારે આરોગ્ય ક્ષેત્રે ગુજરાત માં ખૂણે ખૂણે વિકાસ કરાશે તેવું આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી. જેથી રાજ્યભરમાંથી મહત્વની આરોગ્યની સુવિધા માટે લોકોએ અમદાવાદ સુધી આવવું ન પડે તેમને અધ્યાધુનિક સુવિધાઓ સાથેની હોસ્પિટલ તેમના શહેરમાં જ મળી રહેશે.
આપણ વાંચો-


