Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધોરાજીમાં લગ્ન પ્રસંગે સંબંધીએ વર કન્યાને શું ગિફ્ટ આપી

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં મકવાણા પરીવારમાં લગ્ન પ્રસંગે સગા સંબંધીઓ અનોખી ભેટ આપી હતી.  વધતી જતી મોંઘવારી મુદ્દે પહોંચી વળવા માટે લગ્ન પ્રસંગમાં ગેસનો સિલિન્ડર તથા તેલનો ડબ્બો ગીફ્ટ મા અપાયો હતો. દિન પ્રતિદિન મોંઘવારીએ માઝા મુકી છે. ગેસ સિલિન્ડરમાં તોતીંગ ભાવ વધી રહ્યા છે અને  ખાદ્ય પદાર્થ એટલે કે તેલ ના ડબ્બાના ભાવમાં પણ તોતીંગ વધારો થઈ રહયો છે. વધી રહેલી મોંઘવારીથી ગરીબ  અનà«
ધોરાજીમાં લગ્ન પ્રસંગે સંબંધીએ વર કન્યાને શું ગિફ્ટ આપી
Advertisement
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં મકવાણા પરીવારમાં લગ્ન પ્રસંગે સગા સંબંધીઓ અનોખી ભેટ આપી હતી.  વધતી જતી મોંઘવારી મુદ્દે પહોંચી વળવા માટે લગ્ન પ્રસંગમાં ગેસનો સિલિન્ડર તથા તેલનો ડબ્બો ગીફ્ટ મા અપાયો હતો. 
દિન પ્રતિદિન મોંઘવારીએ માઝા મુકી છે. ગેસ સિલિન્ડરમાં તોતીંગ ભાવ વધી રહ્યા છે અને  ખાદ્ય પદાર્થ એટલે કે તેલ ના ડબ્બાના ભાવમાં પણ તોતીંગ વધારો થઈ રહયો છે. વધી રહેલી મોંઘવારીથી ગરીબ  અને  મધ્યમ પરીવાર ની કમર તુટી ગઇ છે. મહિલાઓનું બજેટ ખોરવાઈ જતા મહિલાઓને ઘર કઈ રીતે ચલાવવુ એ એક મોટો  પ્રશ્ન બની ગયો છે. 
 ધોરાજીમાં રહેતા એવા મકવાણા પરીવારમાં લગ્નનું આયોજન કરાયુહતું અને તમામ સગા સંબંધીઓને આમંત્રણ અપાયું હતું. દરમિયાન મકવાણા પરીવારના એક સંબંધીએ અનોખી ભેટ સોગાદ આપી હતી. મકવાણાના પરીવાર દિકરાના લગ્ન નિમિતે અનોખી ભેટ એટલે ગેસ સિલિન્ડર તથા તેલનો ડબ્બો ગીફ્ટ આપવામાં આવ્યો હતો મકવાણા પરીવારે પણ આ અનોખી ગીફ્ટ મેળવીને ખુશી વ્યકત કરી હતી. અનોખી ગીફ્ટ જોઇને લગ્ન પ્રસંગમાં હાજર રહેલા આમંત્રીતો પણ દંગ રહી ગયા હતા. 
Tags :
Advertisement

.

×