એવું શું બન્યું કે કિંમ જોંગ ઉનની બહેને દક્ષિણ કોરિયાને પરમાણુ હુમલાની આપી ધમકી?
ઉત્તર કોરિયાનો સનકી રાજા કિમ જોંગ-ઉનની બહેને રવિવારે તેમના દેશ પર હુમલો કરવાની વાત કરનાર દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાનને 'ઘૃણાસ્પદ વ્યક્તિ' ગણાવ્યા. સાથે જ તેણે ચેતવણી આપી હતી કે જો આવું કરવામાં આવ્યું તો દક્ષિણ કોરિયાને 'ગંભીર જોખમ'નો સામનો કરવો પડી શકે છે.ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની બહેને દક્ષિણ કોરિયાને પરમાણુ હુમલાની ધમકી આપી છે. તેણે કહ્યું કે, અમે યુદ્ધની વિરુદ્
Advertisement
ઉત્તર કોરિયાનો સનકી રાજા કિમ જોંગ-ઉનની બહેને રવિવારે તેમના દેશ પર હુમલો કરવાની વાત કરનાર દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાનને "ઘૃણાસ્પદ વ્યક્તિ" ગણાવ્યા. સાથે જ તેણે ચેતવણી આપી હતી કે જો આવું કરવામાં આવ્યું તો દક્ષિણ કોરિયાને 'ગંભીર જોખમ'નો સામનો કરવો પડી શકે છે.
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની બહેને દક્ષિણ કોરિયાને પરમાણુ હુમલાની ધમકી આપી છે. તેણે કહ્યું કે, અમે યુદ્ધની વિરુદ્ધ છીએ, પરંતુ જો દક્ષિણ કોરિયા સૈન્ય મુકાબલો ઈચ્છે છે તો ઉત્તર કોરિયાની સેના પરમાણુનો ઉપયોગ કરી શકે છે. કિમ જોંગની બહેન કિમ યો જોંગ શાસક પક્ષમાં વરિષ્ઠ સરકારી અધિકારી છે. તેણે કહ્યું કે, દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાને તાજેતરની ચર્ચા દરમિયાન દેશની સૈન્ય ક્ષમતા વિશે વાત કરી હતી. આ નિવેદન પર કિમ યો જોંગે કહ્યું કે, દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાનના નિવેદનથી પરસ્પર સંબંધો વધુ ખરાબ થયા છે, જેના કારણે સૈન્ય તણાવ વધુ વધ્યો છે.
મહત્વનું છે કે, ઉત્તર કોરિયા દ્વારા આ વર્ષે નવા હથિયારોના પરીક્ષણને લઈને હરીફ દક્ષિણ કોરિયા વચ્ચે તણાવ વધી ગયો છે. અહેવાલ છે કે, ઉત્તર કોરિયાએ તાજેતરમાં જ ચાર વર્ષમાં પ્રથમ આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી હતી. જે બાદ વિશ્વના તમામ દેશોએ ઉત્તર કોરિયાની ટીકા કરી છે. આ કથિત મિસાઈલ પરીક્ષણ બાદ દક્ષિણ કોરિયાના મંત્રીએ કહ્યું કે, ઉત્તર કોરિયા પર નિર્ણાયક હુમલો કરવો પડશે. તેના જવાબમાં, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની પ્રભાવશાળી બહેન કિમ યો જોંગે દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાનને "કચરો માણસ" ગણાવ્યા અને રવિવારે ચેતવણી આપી કે જો આવું કંઈ થશે તો દક્ષિણ કોરિયાને "ગંભીર જોખમ"નો સામનો કરવો પડશે.
નોંધનીય છે કે, ઉત્તર કોરિયા પહેલા પણ ઘણી વખત કહી ચૂક્યું છે કે જો દક્ષિણ કોરિયા અથવા અમેરિકા તેમને પડકાર આપે છે તો અમે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકીએ છીએ. મહત્વનું છે કે, ઉત્તર કોરિયા જે રીતે સતત મિસાઈલ પરીક્ષણ કરી રહ્યું છે તેના કારણે દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાને ઉત્તર કોરિયા વિશે નિવેદન આપ્યું અને દેશની મિસાઈલ શક્તિનો ઉલ્લેખ કર્યો. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર કોરિયા આવનારા સમયમાં મિસાઈલનું પરીક્ષણ વધારી શકે છે.


