જેતપુરના યશ પેલેસ બિલ્ડિંગમાં પોલીસ ત્રાટકી તો શું જોવા મળ્યું?
જેતપુર શહેરના ખોડપરા, દેસાઇવાડી વિસ્તારના યશ પેલેસ નામના બિલ્ડીંગમાં ભાડાના ફલેટમાંથી ત્રણ રૂપલલના પાસે દેહવેપાર કરાવતી નજમા મારફાણીની પોલીસે ધરપકડ કરી તપાસ શરુ કરી હતી. બનાવની વિગત મુજબ બપોરે 12 વાગ્યે એ.એચ. ટી.યું શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ ટી.એસ.રીઝવી અને તેમની ટીમના એ.એસ.આઇ.જગતભાઈ તેરેયા, પો.કોન્સ.મનોજભાઈબાયલ ,પ્રફુલભાઈ પરમાર,મયુરભાઇ વીરડા ,મહિલા કોન્સ્ટેબલ મનીષાબેન ખીમાનà
Advertisement
જેતપુર શહેરના ખોડપરા, દેસાઇવાડી વિસ્તારના યશ પેલેસ નામના બિલ્ડીંગમાં ભાડાના ફલેટમાંથી ત્રણ રૂપલલના પાસે દેહવેપાર કરાવતી નજમા મારફાણીની પોલીસે ધરપકડ કરી તપાસ શરુ કરી હતી.
બનાવની વિગત મુજબ બપોરે 12 વાગ્યે એ.એચ. ટી.યું શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ ટી.એસ.રીઝવી અને તેમની ટીમના એ.એસ.આઇ.જગતભાઈ તેરેયા, પો.કોન્સ.મનોજભાઈબાયલ ,પ્રફુલભાઈ પરમાર,મયુરભાઇ વીરડા ,મહિલા કોન્સ્ટેબલ મનીષાબેન ખીમાનીયા સહિતનો સ્ટાફ ફરજ ઉપર હતો ત્યારે બાતમી મળી હતી કે, જેતપુરમાં ખોડપરા , દેસાઇવાડી વિસ્તારના યશ પેલેસ નામના બીલ્ડીગમાં ભાડાના ફ્લેટમાં રહેતી નજમા ઈકબાલભાઈ મારફાણી પોતાના રહેણાંક ફ્લેટમાં બહારથી ગ્રાહકો બોલાવી 800 રુપિયા ગ્રાહક દીઠ લઇ કુટણખાનું ચલાવે છે. જેથી જેતપુર નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શનમાં છટકું ગોઠવી નજમા પાસે એક ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો.
બાદમાં થોડીવાર પછી પોલીસે ફ્લેટમાં દરોડો પાડતા તેના એક રૂમમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક અને યુવતી મળી આવ્યા હતા. ફ્લેટના હોલમાં નજમા પણ હાજર હતી. કઢંગી હાલતમાં મળેલી યુવતીઓએ પોલીસને નિવેદન આપ્યું હતું કે, તેમની પાસે નજમા દેહવ્યાપાર કરાવતી હતી. જેમાં ગ્રાહક પાસેથી તે રૂ.800 લઈ યુવતીને 300 જ આપતી અને 500 પોતે રાખતી. પોલીસે નજમા પાસેથી રોકડ રકમ 800 તેમજ એક સેમસંગ મોબાઈલ નગ 1 જેમની કિંમત રૂ.200 નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ છ માસથી કુટણખાનું ચાલી રહ્યું હતું.


