Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જહાંગીરપુરી હિંસાનું 2020ના દિલ્હી રમખાણો સાથે શું છે કનેક્શન? થયો ખુલાસો

જહાંગીરપુરી હિંસા મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેસની તપાસમાં એવું બહાર આવ્યું છે કે જહાંગીરપુરીમાં થયેલા હિંસા 2020માં દિલ્હીના રમખાણો સાથે સંબંધ છે. દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં આવેલ કુશલ ચોકમાં જ્યાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન હિંસા થઈ હતી તે સી બ્લોકના કુશલ ચોકનો 2020માં દિલ્હીના ઉત્તર-પૂર્વમાં થયેલા રમખાણો સાથે પણ સંબંધ છે. આ વાતનો ખુલાસો 2020àª
જહાંગીરપુરી હિંસાનું 2020ના દિલ્હી રમખાણો સાથે શું છે કનેક્શન  થયો ખુલાસો
Advertisement
જહાંગીરપુરી હિંસા મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેસની તપાસમાં એવું બહાર આવ્યું છે કે જહાંગીરપુરીમાં થયેલા હિંસા 2020માં દિલ્હીના રમખાણો સાથે સંબંધ છે. 
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં આવેલ કુશલ ચોકમાં જ્યાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન હિંસા થઈ હતી તે સી બ્લોકના કુશલ ચોકનો 2020માં દિલ્હીના ઉત્તર-પૂર્વમાં થયેલા રમખાણો સાથે પણ સંબંધ છે. આ વાતનો ખુલાસો 2020ના દિલ્હીના નોર્થ-ઈસ્ટ રમખાણો અંગે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પરથી થયો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા તેની ચાર્જશીટમાં દિલ્હી રમખાણોના ષડયંત્રની તપાસ કરવામાં આવી છે.
સી બ્લોક - કુશલ ચોક કનેક્શન શું છે?
શનિવારે જ્યારે હનુમાન જયંતિની શોભાયાત્રા સી બ્લોક - કુશલ ચોક પર પહોંચી ત્યારે બે સમુદાયો વચ્ચે ઝઘડો થયો અને તે ઝઘડો હિંસામાં ફેરવાઈ ગયો. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે 2020ના દિલ્હી રમખાણોની કોર્ટમાં દાખલ કરેલી તેની ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે CAA/NRC હિંસા દરમિયાન સી બ્લોક - કુશલ ચોકથી 6થી 7 બસોનો ઉપયોગ કરીને લોકોને શાહીન બાગ વિરોધ પ્રદર્શનમાં લાવવામાં આવ્યા હતા. જેમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી મહિલાઓ, બાળકો અને પુરુષોનો સમાવેશ થાય છે. જેની સંખ્યા 300 જેટલી હતી.


દિલ્હી રમખાણો સાથે કનેક્શન 
ઉલ્લેખનીય છે કે જહાંગીરપુરીના સી બ્લોક ઇદગાહ પાસે CAA/NRC વિરુદ્ધ એક વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. જે ગેરકાયદેસર બાંગ્લાદેશી મહિલાઓ-બાળકો અને લોકો દ્વારા ચલાવવામાં આવ્યું હતું. સાથે જ ચાર્જશીટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે અહીંથી જે લોકો ગયા હતા તેઓ પણ પથ્થરમારો અને રમખાણોમાં સામેલ હતા. આ એ જ જગ્યા છે જ્યાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આ એ જ બ્લોક છે. દિલ્હી પોલીસ હવે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.
જહાંગીરપુરી હિંસા કેવી રીતે શરૂ થઈ?
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં સાંજે લગભગ 4.30 વાગ્યે હનુમાનની જન્મજયંતિ પર શોભાયાત્રા નીકળી હતી. આ યાત્રા K બ્લોક સુધી જવાની હતી. સાંજે 6.15 કલાકે જ્યારે આ સરઘસ C બ્લોક પર પહોંચ્યું ત્યારે પહેલાં સામાન્ય અથડામણ થઈ અને આ અથડામણ હિંસામાં ફેરવાઈ ગઈ. સાંજે લગભગ 6.20 વાગ્યે દિલ્હી પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળી કે મોટો ઝઘડો થયો છે. દિલ્હી પોલીસ સબ ઈન્સ્પેક્ટરને પણ હાથમાં ગોળી વાગી હતી. આ હિંસા દરમિયાન 8 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. લગભગ 7 વાગ્યાની આસપાસ તમામ વરિષ્ઠ અધિકારીઓ ભારે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
Advertisement
Tags :
Advertisement

.

×