Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ શું? આ છોકરીએ જાહેરમાં વિરાટને કરી દીધી Kiss, જુઓ Video

ટીમ ઈન્ડિયાના ચેઝ માસ્ટર વિરાટ કોહલી મેદાનમાં તેના પ્રજદર્શનને લઇને હંમેશા ચર્ચામાં બન્યા રહે છે. વર્તમાન ક્રિકેટમાં લગભગ કોઇ ખેલાડી નહીં હોય જે વિરાટ કોહલીએ બનાવેલા રનની આસપાસ પણ હોય. વિરાટ કોહલી જેટલો ક્રિકેટને વફાદાર છે તેટલો જ તે પોતાની પત્ની અનુષ્કા શર્માને પણ વફાદાર છે. પરંતુ તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેને જોઇને અનુષ્કા પણ એક સમયે ચોંકી જશે. જીહા, તાજેતરમાં એક વીà
આ શું  આ છોકરીએ જાહેરમાં વિરાટને કરી દીધી kiss  જુઓ video
Advertisement
ટીમ ઈન્ડિયાના ચેઝ માસ્ટર વિરાટ કોહલી મેદાનમાં તેના પ્રજદર્શનને લઇને હંમેશા ચર્ચામાં બન્યા રહે છે. વર્તમાન ક્રિકેટમાં લગભગ કોઇ ખેલાડી નહીં હોય જે વિરાટ કોહલીએ બનાવેલા રનની આસપાસ પણ હોય. વિરાટ કોહલી જેટલો ક્રિકેટને વફાદાર છે તેટલો જ તે પોતાની પત્ની અનુષ્કા શર્માને પણ વફાદાર છે. પરંતુ તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેને જોઇને અનુષ્કા પણ એક સમયે ચોંકી જશે. જીહા, તાજેતરમાં એક વીડિયોમાં એક છોકરી વિરાટ કોહલીને જાહેરમાં કિસ કરતી જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરીજ રમી રહી છે. કહેવાય છે કે, આ વીડિયો બીજી ટેસ્ટ મેચ જીત્યા પછીનો છે. 
વિરાટની ફેને જાહેરમાં કરી કિસ
એમાં કોઈ શંકા નથી કે વિરાટ કોહલી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશી મહિલા ચાહકોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. અને આ તમામ પ્રશંસકો અલગ અલગ પ્લેટફોર્મ દ્વારા કોહલી પ્રત્યે પોતાનો પ્રેમ અને આદર વ્યક્ત કરતા જોવા મળે છે. અને આ કડીમાં કોહલીનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. ચાહકો ક્રિકેટરની એક ઝલક મેળવવા આતુર છે. જો કે, બધા ચાહકો વિરાટને મળી શકે એટલા નસીબદાર નથી. આવી સ્થિતિમાં તેની એક મહિલા ચાહકના ક્રેઝે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. વિરાટ કોહલીની મહિલા ફેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા વિરાટની એટલી મોટી ફેન છે કે તે વિરાટના સ્ટેચ્યુને કિસ કરી રહી છે. વિરાટના સ્ટેચ્યુને કિસ કરતી આ મહિલા ફેનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

યુઝર્સે ફની કોમેન્ટ કરી
વાયરલ થઈ રહેલો વીડિયો મેડમ તુસાદ મ્યુઝિયમનો છે જ્યાં વિરાટની પ્રતિમા લગાવવામાં આવી છે. જ્યારે એક મહિલા પ્રશંસક મ્યુઝિયમ પહોંચી, ત્યારે તે કોહલી પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવાથી પોતાને રોકી શકી નહીં. મહિલા પ્રશંસકે ક્રિકેટર વિરાટની પ્રતિમાને ચુંબન કર્યું અને તેનો વીડિયો પણ બનાવ્યો. ત્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ વીડિયો વાયરલ થયા બાદ વિરાટના ચાહકો અને ઈન્ટરનેટ યુઝર્સનું દિલ તૂટી ગયું હતું. ફિમેલ ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપીને કહે છે કે આ જોતા પહેલા હું કેમ મરી ન ગઈ. વળી, ઘણા લોકોએ કોમેન્ટ બોક્સમાં લખ્યું - હે ભગવાન, આ જોતા પહેલા મારી આંખો કેમ ન ચાલી ગઈ. કેટલાક લોકોએ અનુષ્કા શર્માને યુવતીની ફરિયાદ પણ કરી હતી. એક યુઝરે લખ્યું- શું થઈ રહ્યું છે અનુષ્કા?
બે ટેસ્ટ મેચમાં વિરાટના નામે નથી એક પણ અડધી સદી
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી આ દિવસોમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમી રહ્યો છે. 4 મેચોની આ ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ 1 માર્ચથી ઈન્દોરમાં રમાવાની છે. જોકે, વિરાટ આ દિવસોમાં આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે. તે મેદાન પર શાનદાર પ્રદર્શન કરી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી આ શ્રેણીમાં તેણે અત્યાર સુધીમાં 12, 44 અને 20 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ ટેસ્ટમાં છેલ્લી સદી ફટકાર્યાને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×