Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ શું? ઉર્ફી જાવેદને કોણે માર્યો મુક્કો, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

ઉર્ફી જાવેદ (Urfi Javed) એ એક બોલ્ડ અભિનેત્રી તરીકે પોતાનું નામ બનાવ્યું છે. તે હર હંમેશા પોતાના કપડા પહેરવાની વિચિત્ર સ્ટાઇલના કારણે સોશિયલ મીડિયા (Social Media) માં ચર્ચામાં બની રહે છે. તેણે ક્યારેક કોટન કેન્ડી, ક્યારેક પ્લાસ્ટિક તો ક્યારેક પેપરમાંથી ડ્રેસ બનાવ્યો છે. હાલમાં જ તે જીન્સના આઉટફિટમાં જોવા મળી હતી, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ દરમિયાન અભિનેત્રીની એક તસવીરે ચાહકોને પરેશાન à
આ શું  ઉર્ફી જાવેદને કોણે માર્યો મુક્કો  ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
Advertisement
ઉર્ફી જાવેદ (Urfi Javed) એ એક બોલ્ડ અભિનેત્રી તરીકે પોતાનું નામ બનાવ્યું છે. તે હર હંમેશા પોતાના કપડા પહેરવાની વિચિત્ર સ્ટાઇલના કારણે સોશિયલ મીડિયા (Social Media) માં ચર્ચામાં બની રહે છે. તેણે ક્યારેક કોટન કેન્ડી, ક્યારેક પ્લાસ્ટિક તો ક્યારેક પેપરમાંથી ડ્રેસ બનાવ્યો છે. હાલમાં જ તે જીન્સના આઉટફિટમાં જોવા મળી હતી, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ દરમિયાન અભિનેત્રીની એક તસવીરે ચાહકોને પરેશાન કરી દીધા હતા. આ વખતે ઉર્ફી જાવેદ તેની ફેશન અને કપડાંને લઈને ચર્ચામાં નથી, પરંતુ ઉર્ફી જાવેદ તેની એક ચોંકાવનારી તસવીરને લઈને ચર્ચામાં છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં લાગે છે કે ઉર્ફી જાવેદને કોઈએ મુક્કો માર્યો છે.
ઉર્ફી જાવેદની આ હાલત કેવી રીતે થઈ?
ઉર્ફી જાવેદે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં ઉર્ફીનો ચહેરો જોઈને તેના ફેન્સ નારાજ થઈ ગયા છે. ફોટામાં અભિનેત્રીની આંખોની નીચે કાળા નિશાન દેખાય છે. જ્યારે તેના હોઠ સુજી ગયેલા દેખાઈ રહ્યા છે. એક હાથથી તેણે પોતાની એક આંખ ઢાંકી દીધી છે. ફોટો જોઈને તમને એક ક્ષણ માટે એવું લાગશે કે કોઈએ તેમને માર માર્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'એવું લાગે છે કે કોઈએ તેને ખરાબ રીતે મારી છે.'
ઉર્ફીના ફેન્સે કરી ચિંતા વ્યક્ત
ઉર્ફી જાવેદનો ઘાયલ ચહેરો જોઈને તેના ચાહકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તો ચાલો જાણીએ અભિનેત્રી ઉર્ફી જાવેદ સાથે શું થયું કે તેના ચાહકોને લાગે છે કે કોઈએ તેના ચહેરા પર મુક્કો માર્યો છે. અભિનેત્રી ઉર્ફી જાવેદે તેની સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નવી તસવીર શેર કરી છે. તસવીર સાથે કેપ્શન લખવામાં આવ્યું હતું કે, એવું લાગે છે કે કોઈએ મને ખરાબ રીતે મારી હોય. શેર કરેલી તસવીરમાં, ઉર્ફીએ તેના ચહેરાની એક જગ્યા તેના હાથથી કવર કરી છે. ચહેરાની બીજી બાજુની તસવીરમાં ઈજાના નિશાન દેખાય છે. તસવીરમાં ઉર્ફી જાવેદની આંખની નીચેના ભાગ પર કાળા રંગનું નિશાન છે. તસવીરમાં ઉર્ફી જાવેદની હાલત જોઈને તેના ચાહકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે શું ખરેખર કોઈએ ઉર્ફી જાવેદને માર માર્યો છે.
વાયરલ તસવીરનું સત્ય
ઉર્ફી જાવેદે ઇન્સ્ટાગ્રામ પર જે તસવીર શેર કરી છે તે આજની નથી, પરંતુ ઘણી જૂની છે. આ ફોટો તે સમયે લેવામાં આવ્યો હતો જ્યારે ઉર્ફી જાવેદે અંડર ફિલર કરાવ્યું હતું. આંખ નીચે ફિલર કરાવતી વખતે ઉર્ફીને ઈજા થઈ હતી અને એ ઘા હજુ રૂઝાયો નથી. ઉર્ફી જાવેદે ફરી એકવાર આ જ ફોટો પોતાના ઈન્સ્ટા પર શેર કર્યો છે. આ પછી તે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થવા લાગ્યો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×