દેશી દારુનો નશો કરનારાને કેવો કેવો અનુભવ થતો હોય છે? જાણો શું છે આ દેશી દારૂ?
શું છે દારૂમાં વપરાતું મિથેનોલ ?શરીરમાં શું નુકસાન કરે છે મિથેનોલ ?કઇ રીતે બની જાય છે દેશી દારુ જીવેલેણ ?શા માટે બુટલેગરો કરે છે મિથેનોલનો ઉપયોગ ?દેશી દારૂમાં મિથેનોલ નામનું કેમિકલ ભેળવવામાં આવે છે. જેને કારણે દેશી દારૂ ઝેરી બની જાય છે. આ કેમિકલની માત્રા જો વધી જાય તો તે જીવલેણ બની જાય છે. બુટલેગરો ઓછા ખર્ચે વધુ દારુ બનાવવા અને દારુને વધુ નશીલું બનાવવા માટે મિથેલોનનો ઉપયોગ કરે છે. àª
Advertisement
શું છે દારૂમાં વપરાતું મિથેનોલ ?
શરીરમાં શું નુકસાન કરે છે મિથેનોલ ?
કઇ રીતે બની જાય છે દેશી દારુ જીવેલેણ ?
શા માટે બુટલેગરો કરે છે મિથેનોલનો ઉપયોગ ?
દેશી દારૂમાં મિથેનોલ નામનું કેમિકલ ભેળવવામાં આવે છે. જેને કારણે દેશી દારૂ ઝેરી બની જાય છે. આ કેમિકલની માત્રા જો વધી જાય તો તે જીવલેણ બની જાય છે. બુટલેગરો ઓછા ખર્ચે વધુ દારુ બનાવવા અને દારુને વધુ નશીલું બનાવવા માટે મિથેલોનનો ઉપયોગ કરે છે. જેની માત્રામાં થોડો પણ વધારો ઘાતક સાબિત થાય છે.
3 પ્રકારના ગેરકાયદે દારુ પીવાય છે
વિદેશી દારુઃ જે ઉચ્ચવર્ગના કેટલાક લોકો પીવે છે
મહુડોઃ જે કેટલાક સામાજિક કાર્યક્રમોનો પણ ભાગ બને છે
દેશી દારુ: જેને આર્થિક રીતે નબળો વર્ગ આ પ્રકારની શરાબનું સેવન કરે છે.
ગુજરાતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારે ગેરકાયદેસર દારૂ પીવાય છે, જેમાં ઉચ્ચવર્ગ આઈએમએફએલ અથવા વિદેશી શરાબ પીવે છે. જેમાં મુખ્યત્વે બિયર, વ્હિસ્કી, જીન વગેરેનો સમાવેશ થાય છે. દીવ, દમણ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી આ શરાબ ગુજરાતમાં ઠલવાય છે. બીજા પ્રકારમાં મહુડો છે, જે ગુજરાતના આદિવાસી સમાજના ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમો અને અનુષ્ઠાનોનો ભાગ છે. ત્રીજા પ્રકારમાં દેશી દારૂ છે. આર્થિક અને સમાજિક રીતે નબળો વર્ગ આ પ્રકારની શરાબનું સેવન કરે છે. જેમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ ગાળવામાં આવે છે. ઘણીવખત નફો વધુ મેળવવા અથવા તો દારુને વધુ નશીલો બનાવવા માટે તેમાં કૅમિકલ ભેળવવામાં આવે છે, એટલે જ સામાન્યતઃ દેશી દારૂ લઠ્ઠાકાંડને નોતરે છે.
- મિથેનોલને કારણે ગયા અનેકના જીવ
- મિથેનોલ એક પારદર્શક, ગંધયુક્ત ઝેરી પ્રવાહી
- નાનો હિસ્સો પણ શરીર અને મગજ માટે નુકસાનકારક
- કેમેસ્ટ્રીની દુનિયાનો સૌથી સરળ આલ્કોહોલ ગણાય છે
- સામાન્ય તાપમાને તે પ્રવાહી સ્વરૂપમાં હોય છે
તાજેતરના કેમિકલકાંડમાં પણ મિથેનોલ જવાબદાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જે કથિત રીતે ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યું હતું. મિથેનોલના ઉત્પાદન, હેરફેર તથા વેચાણની દરેક પ્રક્રિયા માટેના નિયમો છે તથા અલગ-અલગ પરવાના છે. છતાં તે ગેરકાયદેસર રીતે બૂટલેગરો સુધી પગ કરી જાય છે. મિથેનોલ એક પારદર્શક ગંધયુક્ત ઝેરી પ્રવાહી છે. જેનો નાનો અમથો હિસ્સો પણ શરીર અને મગજ ઉપર નકારાત્મક અસર કરી શકે છે. મિથેનોલ કેમિસ્ટ્રીની દુનિયાનો સૌથી સરળ આલ્કોહૉલ છે. સામાન્ય તાપ પર તે પ્રવાહી સ્વરૂપે હોય છે. તેનો ઉપયોગ ઍન્ટીફ્રિઝર એટલે કે ફ્રીઝિંગ પૉઇન્ટ ઓછા કરવા માટે કોઈ કૂલિંગ સિસ્ટમમાં પાણીની સાથે ભેળવવામાં આવતા પદાર્થ તરીકે, બીજા પદાર્થોનું મિશ્રણ તૈયાર કરવાના કામમાં અને ઈંધણના રૂપમાં થાય છે.
તે એક રંગહીન અને જ્વલનશીલ રસાયણ છે, જેની ગંધ ઇથેનૉલ એટલે કે પીવા માટે વપરાતા આલ્કોહૉલ જેવી હોય છે. એ જાણવું મહત્ત્વનું છે કે મિથેનૉલ એક ઝેરીલો પદાર્થ છે, જે પીવાથી મોત થઈ શકે છે અને આંખોની રોશની પણ જઈ શકે છે.
મિથેનોલનું કેમિકલ ફોર્મ્યુલા CH3OH છે. મિથેનોલને મિથેલ આલકોહોલ પણ કહેવામાં આવે છે. આ કેમિકલ સળગી શકે તેવું હોય છે. તે મુખ્ય રીતે કાર્બન મોનોક્સાઈડના હાઈડ્રોજનેશન દ્વારા નિર્મિત થાય છે. તેનો ઉપયોગ અન્ય કેટલાક કેમિકલ બનાવવા માટે પણ થતો હોય છે. જેમાં એસેટિક એસિડ, મેથોલ બેનઝોએટ અને અલગ-અલગ પ્લાસ્ટિક બનાવવા માટે થાય છે. ઈન્ડસ્ટ્રીમાં તેનો સોલવન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
- દેશી દારુ ગોળ અને ફળોને સડાવીને બનાવાય છે
- સડાવવા માટે પાણી સાથે માટલામાં ભરી રખાય છે
- જલદી આથો લાવવા માટલાને જમીનમાં રખાય છે
- આમાં દિવસો કે અઠવાડિયાઓનો સમય જાય છે
- મિથેનોલ ઉમેરી જલદીથી દારુ સપ્લાય કરવાની લાલસા
- વધારે નશો ઉમેરી લોકોને આકર્ષવાની પણ લાલસા
મુખ્યત્વે દેશી દારુ ગોળ અને ફળોને પાણીમાં સડાવીને બનાવવામાં આવે છે. ગોળ અને ફળોને સડાવવા માટે પાણી સાથે માટલામાં ભરી રાખવામાં આવે છે, ઘણી વખત ફર્મેન્ટેશનની પ્રોસેસ એટલે કે આથો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે માટલાને જમીનની અંદર રાખવામાં આવે છે. એક્સપર્ટ્સ જણાવે છે કે આ આથો લાવવાની પ્રક્રિયામાં દિવસો કે અઠવાડિયાનો સમય લાગે છે. જોકે, બુટલેગરો ઓછા સમયમાં વધુ દારુ સપ્લાય કરવાની ઈચ્છા ધરાવતા હોય છે, જેના કારણે તેઓ તેમાં મિથેનોલનો ઉપયોગ કરતા હોય છે. મિથેનોલ દેશી દારુમાં 'સ્વાદ' અને 'નશો' ઉમેરવાનું કામ કરે છે. જેના લીધે દેશી દારુનો નશો કરનારા લોકોને 'કરંટ' લાગવા જેવો અનુભવ થતો હોય છે.
- મિથેનોલના વધુ પ્રમાણથી દારુ ટોક્સિક બની જાય છે.
- મિથેલોન શરીરમાં જઇ ફાર્મેલ્ડિહાઇડ બનાવે છે.
- ત્યારબાદ તેનું ફોર્મિક એસિડમાં રૂપાંતર થાય છે.
- શરીરમાં જતા મગજ અને આંખને પહેલા અસર કરે છે.
- ત્યારબાદ શરીરના બીજો અંગો કામ કરવાનું બંધ થઈ જાય છે અને વ્યક્તિ મોતને ભેટે છે.
- દારુને નશીલો બનાવવા ઓક્સિટોસિન ભેળવાય છે.
- ઓક્સિટોસિનથી નપુંસકતા અને નવર્સ સિસ્ટમની બીમારીનું જોખમ રહે છે.
- ઓક્સિટોસિન લેવાથી આંખો અને પેટમાં બળતરા થાય છે.
- આંખોની રોશની પણ જઈ શકે છે.
Advertisement


