Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગરીબ બાળકો માટે આ શખ્સે જે કર્યું તે શહેર માટે બન્યું એક ઉદાહરણ

ગરીબ બાળકોને કરાવી વી.આઈ.પી મોજ.. વાહ ભરતભાઇ બોટાદના પ્રજાપતિ યુવાને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું-ક્રિષ્ના ફાસ્ટફૂડની પોતાની નવી દુકાનનું ઉદ્ઘાટન ઝૂંપડપટ્ટીના બાળકોના હસ્તે કરાવ્યું  યુવાન ભરતભાઈ પ્રજાપતિની આ કામગીરીને શહેરીજનોએ બિરદાવી સમાજમાં ગરીબ બાળકો કે જેને પહેરવા કપડા ના ઠેકાણા ન હોય કે ન એક ટાઈમનું જમવાનું હોય, આવા બાળકો માટે ભાગ્યે જ લોકો મદદ માટે આગળ આવતા હà
ગરીબ બાળકો માટે આ શખ્સે જે કર્યું તે શહેર માટે બન્યું એક ઉદાહરણ
Advertisement
  • ગરીબ બાળકોને કરાવી વી.આઈ.પી મોજ.. વાહ ભરતભાઇ 
  • બોટાદના પ્રજાપતિ યુવાને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું-ક્રિષ્ના ફાસ્ટફૂડની પોતાની નવી દુકાનનું ઉદ્ઘાટન ઝૂંપડપટ્ટીના બાળકોના હસ્તે કરાવ્યું  
  • યુવાન ભરતભાઈ પ્રજાપતિની આ કામગીરીને શહેરીજનોએ બિરદાવી 
સમાજમાં ગરીબ બાળકો કે જેને પહેરવા કપડા ના ઠેકાણા ન હોય કે ન એક ટાઈમનું જમવાનું હોય, આવા બાળકો માટે ભાગ્યે જ લોકો મદદ માટે આગળ આવતા હોય છે. પરંતુ બોટાદ શહેરમાં તો આવા બાળકો સાથે કઈંક અલગ જ બન્યું જેની તેમણે સપનામાં પણ કલ્પના કરી નહોતી. બોટાદની નવી ફાસ્ટફૂડ દુકાનનું ઉદ્ઘાટન કરવા માટે આ ગરીબ બાળકો પહોંચી ગયા હતા. આ દ્રશ્ય લોકો માટે પ્રેરણાદાયી બને તેવુ હતું. 
બોટાદ શહેરમા રહેતા પ્રજાપતિ યુવાન ભરતભાઈ બાવળીયા જેઓએ શહેરના ભાવનગર રોડ પર ક્રિષ્ના ફાસ્ટફૂડની દુકાનનું ઝૂંપડપટ્ટીના નાના બાળકોના હસ્તે આજે ઉદ્ઘાટન કરાવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકો મોટા નેતાઓ, સંતો મહંતો કે મોટી સેલિબ્રિટીના હસ્તે ઉદ્ઘાટન કરાવતા હોય છે. ત્યારે બોટાદના આ પ્રજાપતિ યુવાન ભરતભાઈ બાવળીયાએ પોતાની નવી દુકાનનું ઉદ્ઘાટન અનોખી રીતે કરાવી સમાજમાં એક સારો મેસેજ આપી હાલના કળિયુગમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે બોટાદના શહેરીજનો પણ પ્રજાપતિ યુવાન ભરતભાઈ બાવળીયાની આ સરાહનીય કામગીરીને બિરદાવી રહ્યા છે.
Tags :
Advertisement

.

×