ગ્લોબલ માર્કેટમાં હજુ પણ ઘઉંના પુરવઠાની કટોકટી, વિશ્વમાં ઘઉંની નિકાસ કરતો સૌથી મોટો દેશ યુક્રેન
શું ઘઉંની કટોકટીનો અંત આવશે?રશિયા-યુક્રેન યુદ્ધથી ભારત માટે કયા માર્ગો ખુલશે?રૂસ-યુક્રેન યુદ્ધને કારણે ઘઉંનો પુરવઠો ખોરવાઈ ગયો છે. જેના કારણે ગ્લોબલ માર્કેટમાં ઘઉંના પુરવઠાને ભારે અસર થઈ છે. ત્યારે આગામી દિવસોમાં શું ભારતને થશે ઘઉંની અછત? રૂસ-યુક્રેન યુદ્ધને કારણે ઘઉંનો પુરવઠો ખોરવાયો ગ્લોબલ માર્કેટમાં ઘઉંના પુરવઠાને ભારે અસર ઘઉંના ભાવમાં થઈ રહ્યો છે સતત વધારોભારતે ઘઉંની ન
Advertisement
શું ઘઉંની કટોકટીનો અંત આવશે?
રશિયા-યુક્રેન યુદ્ધથી ભારત માટે કયા માર્ગો ખુલશે?
રૂસ-યુક્રેન યુદ્ધને કારણે ઘઉંનો પુરવઠો ખોરવાઈ ગયો છે. જેના કારણે ગ્લોબલ માર્કેટમાં ઘઉંના પુરવઠાને ભારે અસર થઈ છે. ત્યારે આગામી દિવસોમાં શું ભારતને થશે ઘઉંની અછત?
- રૂસ-યુક્રેન યુદ્ધને કારણે ઘઉંનો પુરવઠો ખોરવાયો
- ગ્લોબલ માર્કેટમાં ઘઉંના પુરવઠાને ભારે અસર
- ઘઉંના ભાવમાં થઈ રહ્યો છે સતત વધારો
- ભારતે ઘઉંની નિકાસ પર મૂક્યો છે પ્રતિબંધ
- ઘઉં પર પ્રતિબંધ બાદ, વૈશ્વિક ઘઉંના ભાવમાં તીવ્ર વધારો
ગ્લોબલ માર્કેટમાં હજુ પણ ઘઉંના પુરવઠાની કટોકટી ચાલી રહી છે. જેના કારણે ગ્લોબલ માર્કેટમાં ઘઉંના પુરવઠાને ભારે અસર થઈ છે. અને ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન એટલે કે FAO ના જણાવ્યા અનુસાર, યુક્રેન પર રશિયાના હુમલા બાદ બંને દેશોમાં ઘઉંનું ઉત્પાદન ઓછું થવાની ધારણા છે. દરમિયાન ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના મોસમી પરિબળોએ વિશ્વની સામે ખાદ્ય કટોકટી ઊભી કરી છે.
તમામ દેશો પહેલા તેમની જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભારતે આ કારણોસર ઘઉં સહિત કેટલીક આવશ્યક ચીજોની નિકાસ પર પણ નિયંત્રણો લાદી દીધા છે. જોકે, ભારતના આ નિર્ણયથી વૈશ્વિક બજારમાં વિપરીત અસર જોવા મળી છે. નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ, વૈશ્વિક ઘઉંના ભાવમાં તીવ્ર વધારો થયો છે અને રેકોર્ડ ઉચ્ચ સ્તરની નજીક પહોંચી ગયો છે. આનું કારણ છે કે નોર્થન હેમિસફીયરના મોટાભાગના વિસ્તારોમાં ઘઉંની લણણી ચાલી રહી છે. તેમજ ઘઉંના ઉત્પાદન પ્રમાણે જોવા જઈએ તો ચીન, રશિયા, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ અને યુક્રેન જેવા દેશો આ હેમિસફીયરમાં આવે છે.
રુસ-યુક્રેન યુદ્ધને કારણે ઘઉંનો પુરવઠો ખોરવાઈ ગયો છે. હવે જોવાનું એ રહેશે કે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ નવા શિપમેન્ટ પર કેવી અસર કરે છે, કારણ કે અમેરિકા અને રશિયા જેવા દેશોમાં જૂનથી ઓગસ્ટ વચ્ચે ઘઉંની કાપણી કરવામાં આવે છે. ત્યારે જ ઘઉંની નિકાસમાં તેજી આવે છે.
- વિશ્વમાં ઘઉંની નિકાસ કરતો સૌથી મોટો દેશ યુક્રેન
- રશિયાના હુમલા બાદ યુક્રેનને ઘઉંની નિકાસમાં મુશ્કેલી
- ઓગસ્ટના અંતમાં થશે યુક્રેનમાં ઘઉંની લણણી
- ઇજિપ્તે 3,50,000 ટન ફ્રેન્ચ ઘઉંનું કર્યું બુકિંગ
- ઇજિપ્તે કરી ભારત પાસેથી 1,80,000 ટન ઘઉંની માંગ
યુક્રેન વિશ્વના સૌથી મોટા ઘઉંની નિકાસ કરતા દેશોમાંનો એક છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, રશિયાના હુમલા બાદ યુક્રેનને ઘઉંની નિકાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જોકે, તેમ છતાં તેણે રેલ અને નદી દ્વારા નિકાસ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો છે.
ઓગસ્ટના અંતમાં યુક્રેનમાં ઘઉંની લણણી શરૂ થાય છે. આ દરમિયાન, હવે રશિયામાં પણ ઘઉંના પાકની લણણી થવાની છે. પરંતુ યુદ્ધના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે રશિયા કેટલા ઘઉંનું વેચાણ કરી શકશે, તે એક મહત્વનો પ્રશ્ન છે. આ વખતે તમામની નજર કાળા સમુદ્રમાંથી વેપાર પર રહેશે. હાલમાં વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ સામાન્ય કરતા ઘણા વધારે છે. જેના કારણે મોંઘવારી દરમાં વધારો થયો છે.
રશિયા તરફથી ઘઉંની નિકાસ અત્યાર સુધી સામાન્ય રહી છે. રશિયા તેના ઘઉંને પરંપરાગત ગ્રાહકો તરફ લઈ જઈ રહ્યું છે. આગામી મહિનાઓમાં, તે સ્પષ્ટ થશે કે રશિયા કેટલા ઘઉંનું વેચાણ કરી શકે છે. ત્યારે યુક્રેનની નિકાસની સંભાવના હજુ સંપૂર્ણ રીતે ખુલી નથી. ટર્મિનલ બંધ થવાથી, અનાજની શિપમેન્ટ તેમની ક્ષમતા કરતાં ઓછી થવાનું જોખમ છે. કાળા સમુદ્રમાંથી કોઈપણ નુકસાનનો સીધો અર્થ એ થશે કે આયાતકારો યુરોપિયન યુનિયન જેવા વૈકલ્પિક નિકાસકારો પર વધુ આધાર રાખશે. જોકે આ વચ્ચે વેપારમાં પરિવર્તનના સંકેતો પણ છે. ત્યારે ઇજિપ્તે આ અઠવાડિયે 3,50,000 ટન ફ્રેન્ચ ઘઉંનું બુકિંગ કર્યું છે. સાથે જ ઇજિપ્તે તાજેતરમાં ભારત પાસેથી 1,80,000 ટન ઘઉં ખરીદવા માટે કરાર કર્યા છે.
વિશ્વના સૌથી મોટા ઘઉંના આયાતકારોમાંના એક ઇજિપ્તે તાજેતરના વર્ષોમાં કાળા સમુદ્રના માર્ગે તેના મોટા ભાગના અનાજની ખરીદી કરી છે. પરંતુ રુસ-યુક્રેન યુદ્ધના કારણે આ માર્ગ પ્રભાવિત થયો છે. આ કારણે ભારત માટે વેપારના નવા રસ્તાઓ ખુલ્યા છે. ઈજિપ્ત ભારતમાંથી 5 લાખ ટન ઘઉંની આયાત કરવા માટે સહમત થયું હતું, પરંતુ હાલમાં સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.


