Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જ્યારે આયુષ્માન ખુરાનાને તાહિરાના બ્રેસ્ટ કેન્સર વિશે ખબર પડી તો તે ભાંગી પડ્યો

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ એક પાવરફુલ કપલની યાદીમાં સામેલ છે. આયુષ્માને જણાવ્યું કે જ્યારે તેને તાહિરાના કેન્સરની ખબર પડી ત્યારે અચાનક બધું કેવી રીતે બદલાઈ ગયું. આયુષ્માન માત્ર એક સારો અભિનેતા જ નથી પરંતુ તે એક સારો ગાયક પણ છે. તે જ સમયે, તાહિરા કશ્યપ પણ દરરોજ હેડલાઇન્સમાં રહે છે. બે બાળકોની માતા હોવા ઉપરાંત, તાહિરા કેન્સર સર્વાઈવર અને લેખક પણ છે. તાહિરા દરેક àª
જ્યારે આયુષ્માન ખુરાનાને તાહિરાના બ્રેસ્ટ કેન્સર વિશે ખબર પડી તો તે ભાંગી પડ્યો
Advertisement
બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ એક પાવરફુલ કપલની યાદીમાં સામેલ છે. આયુષ્માને જણાવ્યું કે જ્યારે તેને તાહિરાના કેન્સરની ખબર પડી ત્યારે અચાનક બધું કેવી રીતે બદલાઈ ગયું. આયુષ્માન માત્ર એક સારો અભિનેતા જ નથી પરંતુ તે એક સારો ગાયક પણ છે. તે જ સમયે, તાહિરા કશ્યપ પણ દરરોજ હેડલાઇન્સમાં રહે છે. બે બાળકોની માતા હોવા ઉપરાંત, તાહિરા કેન્સર સર્વાઈવર અને લેખક પણ છે. તાહિરા દરેક મુદ્દા પર નિખાલસતાથી પોતાના વિચારો વ્યક્ત કરે છે. આયુષ્માને જણાવ્યું કે જ્યારે તેને તાહિરાના કેન્સરની ખબર પડી ત્યારે અચાનક બધું કેવી રીતે બદલાઈ ગયું.'
લોકો તસવીરો લેતા હતા અને હું બધાથી ઘણું છુપાવતો હતો'
આયુષ્માન ખુરાનાએ કહ્યું હતું કે, 'જ્યારે ડોક્ટરે  આ વિશે કહ્યું ત્યારે અમે બંને દિલ્હીમાં હતા. અમને તેના વિશે પહેલા કંઈ ખબર ન હતી. એક સમય એવો આવ્યો જ્યારે અમે સાવ ભાંગી પડ્યા હતા અને હોસ્પિટલમાં બેઠા હતા. તે સમયે લોકો મારી સાથે ત્યાં તસવીરો ક્લિક કરવા માંગતા હતા. હું એક થાંભલા પાછળ છુપાયેલો હતો, સિક્યોરિટી ગાર્ડને પણ ખરાબ લાગી રહ્યું હતું પણ હું કંઈ સમજી શકતો નહોતો.
આધ્યાત્મિકતાએ કરી મોટી મદદ
આયુષ્માનેએ પણ જણાવ્યું કે તાહિરાને આધ્યાત્મિકતાથી ઘણી મદદ મળી હતી. તેણે કહ્યું કે 'નિચરીન બૌદ્ધ ધર્મ તમને લડવાની હિંમત આપી છે. હું ખૂબ જ ખુશ હતો કે તે આટલી ભાવનાત્મક રીતે આ લડાઈ તે લડી શકી. અમે સાથે મળીને આ લડાઈ જીતી છે. હું તાહિરાથી ખૂબ પ્રેરિત હતો કારણ કે તે મારા કરતા વધુ મજબૂત બની હતી.

વર્કફ્રન્ટ
વર્કફ્રન્ટની વાત કરીએ તો આયુષ્માન ખુરાના ટૂંક સમયમાં ફિલ્મ 'અનેક'માં જોવા મળશે. અનુભવ સિન્હા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 13 મેના રોજ રિલીઝ થઈ રહી છે. આ સિવાય આયુષ્માન ફિલ્મ ડોક્ટર જીમાં પણ જોવા મળશે. જ્યારે તાહિરા કશ્યપે તેની પ્રથમ ફીચર ફિલ્મ 'શર્માજી કી બેટી' પર કામ શરૂ કરી દીધું છે.
Tags :
Advertisement

.

×