Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જ્યારે જ્યારે સરકારને નાણાની જરૂર પડી, ત્યારે LIC સાબિત થઇ શાહુકારની તિજોરી..

LICનો IPO એટલા માટે ખાસ છે... કારણ કે LIC નામ ભારતના લોકો માટે ભરોસાનું પર્યાય છે... ભારતના બે તૃતીયાંશ ભાગના વીમા બજાર પર આજે  LICનો કબ્જો છે.. આજની તારીખે  LIC  36 લાખ કરોડની સંપતિનું મેનેજમેન્ટ કરે છે... જ્યારે જ્યારે સરકારને નાણાની જરૂર પડી છે ત્યારે LIC શાહુકારની તિજોરી સાબિત થઇ છે. ભારતની ધરતી પર પહેલી વીમા કંપની 1818માં ઓરિએન્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની નામ હતું આ કંપની ફક્ત અંગ્રેજોનો વીમો કરતી
જ્યારે જ્યારે સરકારને નાણાની જરૂર પડી  ત્યારે lic સાબિત થઇ શાહુકારની તિજોરી
Advertisement
LICનો IPO એટલા માટે ખાસ છે... કારણ કે LIC નામ ભારતના લોકો માટે ભરોસાનું પર્યાય છે... ભારતના બે તૃતીયાંશ ભાગના વીમા બજાર પર આજે  LICનો કબ્જો છે.. આજની તારીખે  LIC  36 લાખ કરોડની સંપતિનું મેનેજમેન્ટ કરે છે... જ્યારે જ્યારે સરકારને નાણાની જરૂર પડી છે ત્યારે LIC શાહુકારની તિજોરી સાબિત થઇ છે. 
  • ભારતની ધરતી પર પહેલી વીમા કંપની 1818માં 
  • ઓરિએન્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની નામ હતું 
  • આ કંપની ફક્ત અંગ્રેજોનો વીમો કરતી હતી 
1818માં પ્રથમવાર ભારતની ધરતી પર કોઇ વીમા કંપની શરૂ થઇ... તેનું નામ ઓરિએન્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની હતું. તે ફક્ત અંગ્રેજોનો વીમો કરતી હતી.. બાબુ મુત્તીલાલ સીલ જેવા કેટલાક લોકોના પ્રયાસોથી ભારતીયોનો પણ વીમો ઉતારવાનું શરૂ થયું. પરંતુ તેમના રેટ અલગ હતા. 1870માં પહેલીવાર ભારતીય લાઇફ ઇન્સ્યોરન્સ કંપની શરૂ થઇ ત્યારે ભારતીયોને બરાબરીનો હક મળ્યો. ધીરે-ધીરે ભારતમાં જીવન વીમા કંપનીઓ વધવા લાગી. 
  • 1956 સુધીમાં ભારતમાં અનેક ઇન્સ્યોરન્સ કંપનીઓ 
  •  245 કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરી LICની શરૂઆત 
  • સરકારે શરૂઆતમાં કંપનીને કર્યુ હતું 5 કરોડનું ફંડીંગ
1956 સુધીમાં ભારતમાં 154 ઇન્સ્યોરન્સ કંપનીઓ કામ કરતી હતી..  આ ઉપરાંત 16 વિદેશી કંપનીઓ અને 75 પ્રોવિડેન્ટ કંપનીઓ પણ વીમાનું કામ કરતી હતી. 1 સપ્ટેમ્બર 1956ના રોજ સરકારે આ તમામ 245 કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરીને ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC ની શરૂઆત કરી. સરકારે તે સમયે કંપનીને 5 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવ્યા હતા.  

  • પહેલા જ વર્ષે 200 કરોડ રૂપિયાનો બિઝનેસ 
  • ભરોસા પાછળ સૌથી મોટુ કારણ સરકારનો હાથ. 
  • ભારતના બે તૃતીયાંશ વીમા બજાર પર LICનો કબ્જો 
  • એલઆઇસી લગભગ 36 લાખ કરોડની સંપતિનું મેનેજમેન્ટ 
LICએ તેની શરૂઆત થઇ તે જ વર્ષમાં 200 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. વર્ષ 1990 સુધી ભારતમાં મોટાભાગની કંપનીઓ પર સરકારનો એકાધિકાર હતો.. 1991 પછી ધીરે-ધીરે સરકારી કંપનીઓને ખાનગી હાથોમાં સોંપી દેવામાં આવી. પરંતુ સરકારે LICને જેમની તેમ જ રાખી. અનેક પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓ આવવા છતા ભારતના બે તૃતીયાંશ વીમા બજાર પર એલઆઇસીનો કબ્જો છે. LIC લગભગ 36 લાખ કરોડની સંપતિનું મેનેજમેન્ટ કરે છે. એલઆઇસીએ લોકોમાં એ વાતનો ભરોસો બેસાડ્યો છે કે અહીં લગાવવામાં આવેલા તેમના પૈસા ક્યારેય ડૂબશે નહીં. 
LIC સરકાર માટે શાહુકારની તિજોરી સમાન છે..જ્યારે પણ સરકાર મુશ્કેલીમાં હોય છે, ત્યારે LICનો ઉપયોગ શાહુકારની તિજોરીની જેમ કરે છે.
2015માં ONGCના IPO સમયે LICએ લગભગ 10 હજાર કરોડનું રોકાણ કર્યું હતું. 2019 માં જ્યારે દેવાથી ડૂબી ગયેલી IDBI બેંકને બચાવવાની વાત આવી, ત્યારે LIC ફરી એકવાર પોતાની ઝોલી ખોલી દીધી હતી.. 2019 માં જાહેર કરાયેલ RBI ના ડેટા અનુસાર, LIC એ તેની શરૂઆતથી અત્યાર સુધીમાં સરકારી ક્ષેત્રમાં 22.6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમાંથી 2014-15થી 2018-19ની વચ્ચે જ 10.7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.
Tags :
Advertisement

.

×