Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થશે? આજે મહત્વનો નિર્ણય

રણનીતિકાર પ્રશાંત કિશોરની હવે કોંગ્રેસમાં એન્ટ્રી લગભગ નક્કી માનવામાં આવી રહી છે. બીજી તરફ પાટિદાર નેતા નરેશ પટેલ પણ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક બાદ રાજકોટ આવવા રવાના થયા છે. પ્રશાંત કિશોર જલ્દીથી કોંગ્રેસમાં જોડાઇ શકે છે અને પક્ષ દ્વારા તેમની ભૂમિકા પણ નક્કી કરી દેવાઇ છે. કેટલાક સમયથી પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે તેનો આજે અંત આવી શકે છે. બીજી તરફ ખો
શું રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થશે  આજે મહત્વનો નિર્ણય
Advertisement
રણનીતિકાર પ્રશાંત કિશોરની હવે કોંગ્રેસમાં એન્ટ્રી લગભગ નક્કી માનવામાં આવી રહી છે. બીજી તરફ પાટિદાર નેતા નરેશ પટેલ પણ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક બાદ રાજકોટ આવવા રવાના થયા છે. પ્રશાંત કિશોર જલ્દીથી કોંગ્રેસમાં જોડાઇ શકે છે અને પક્ષ દ્વારા તેમની ભૂમિકા પણ નક્કી કરી દેવાઇ છે. કેટલાક સમયથી પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે તેનો આજે અંત આવી શકે છે.
 બીજી તરફ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ શુક્રવારે દિલ્હી પહોંચ્યા હતા અને કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રશાંતિ કિશોર સહિત અન્ય કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા. અહેવાલો મુજબ પ્રશાંત કિશોર અને નરેશ પટેલ મુદ્દે ઝડપથી કોઇ નિર્ણય આવે તેવી શક્યતા છે. 
અહેવાલો મુજબ કોંગ્રેસના હાઇકમાન્ડ દ્વારા પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવાની લગભગ લીલી ઝંડી આપી દીધી છે. પ્રશાંત કિશોરની ભૂમિકાની રુપરેખા રાહુલ ગાંધી સાથે ચર્ચા બાદ પક્ષ પ્રમુખ સોનિયા ગાંધી કરશે. પ્રશાંત કિશોરની દરખાસ્તો પર ચર્ચા કરવા માટે સોનિયા ગાંધીએ રચેલી ટીમ ઇચ્છે છે કે પ્રશાંત કિશોર સંપૂર્ણપણે કોંગ્રેસને સમર્થિત જ રહે અને અન્ય પક્ષો સાથેનો સંબંધ તોડી નાખે. ઉલ્લેખનિય છે કે પ્રશાંત કિશોરે આ પહેલા તૃણમુલ કોંગ્રેસ માટે કામ કર્યું હતું. 
પક્ષના ઘણા નેતાઓનું માનવું છે કે પ્રશાંત કિશોર રાષ્ટ્રીય સ્તર પર ભૂમિકા ઇચ્છે છે અને કોઇ પણ એક પક્ષમાં રહેવા ઇચ્છતા નથી. જો કે પક્ષના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ ચૂંટણી રણનીતિકારને પક્ષમાં સામેલ કરવા અને તેમને પરિવર્તન કરવા માટે તક આપવાના સમર્થનમાં છે.
Tags :
Advertisement

.

×