Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રાણી સંગ્રહાલય કે પાર્કમાં જોવા મળતો સફેદ મોર જોવા મળ્યો સાવરકુંડલામાં, તસવીર આવી સામે

કુદરતની કળા અલ્પનિય હોય છે ને અમુક જીવોનું સર્જન જ ઈશ્વરની અસીમ કૃપા થકી હોય છે. વન્ય જીવોમાં પણ અમુક પશુ પક્ષીઓને કુદરતે અલગજ રીતે જાણે ઘડ્યા હોય તેમ લાગે છે. આવા પશુ-પક્ષીને જોવાની જીવનમાં કયારેય કલ્પનાઓ પણ ન કરી હોય તેવા પશુ-પક્ષીઓ ક્યારેય અનાયાસે આંખ સામે આવી જાત હોય છે. સાવરકુંડલા વનવિભાગમાં કાર્યદક્ષતાથી ફરજ બજાવતા ફોરેસ્ટર યાસીન જુણેજાએ જંગલના વીડી વિસ્તારમાં એક સફેદ મોà
પ્રાણી સંગ્રહાલય કે પાર્કમાં જોવા મળતો સફેદ મોર જોવા મળ્યો સાવરકુંડલામાં  તસવીર આવી સામે
Advertisement
કુદરતની કળા અલ્પનિય હોય છે ને અમુક જીવોનું સર્જન જ ઈશ્વરની અસીમ કૃપા થકી હોય છે. વન્ય જીવોમાં પણ અમુક પશુ પક્ષીઓને કુદરતે અલગજ રીતે જાણે ઘડ્યા હોય તેમ લાગે છે. આવા પશુ-પક્ષીને જોવાની જીવનમાં કયારેય કલ્પનાઓ પણ ન કરી હોય તેવા પશુ-પક્ષીઓ ક્યારેય અનાયાસે આંખ સામે આવી જાત હોય છે. સાવરકુંડલા વનવિભાગમાં કાર્યદક્ષતાથી ફરજ બજાવતા ફોરેસ્ટર યાસીન જુણેજાએ જંગલના વીડી વિસ્તારમાં એક સફેદ મોરની તસવીર મોબાઈલમાં ક્લિક કરી હતી. 
સામાન્ય રીતે સફેદ મોર પ્રાણી સંગ્રહાલય કે પાર્કમાં વિદેશથી મંગાવીને રાખવામાં આવ્યા હોય છે. આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર છે પરંતુ સફેદ મોર અહીં ફક્ત પ્રાણીસંગ્રહાલયમાંજ જોવા મળી શકે છે. આ સફેદ મોર સાવરકુંડલાના જંગલ વિસ્તારમાં જોવા મળ્યો હતો. આ મોર ફોરેસ્ટરએ શોધીને એક સુંદર ક્લિક કેદ કરી છે.
કુદરતના અકલ્પનિય વારસાની વિરાસતને ઉજાગર કરનાર ફોરેસ્ટર યાસીન જુણેજા અગાઉ પણ સિંહોના અલગ અલગ ફોટાઓ દ્વારા પ્રચલિત થયા છે. વનવિભાગના અધિકારીઓના હસ્તે સન્માનિત પણ થયેલા છે.
Tags :
Advertisement

.

×