કોણ કરાવી રહ્યું છે ટાર્ગેટ કિંલિંગ? ટાર્ગેટ કિંલિંગ પાછળ શું છે ઉદ્દેશ્ય?
કાશ્મીર ઘાટીમાં ટાર્ગેટેડ કિંલિંગની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. આતંકીઓ ટાર્ગેટેડ કિંલિંગ દ્વારા કાશ્મીર ઘાટીમાં પંડિતોનું પુનર્વસન કરાવવાના સરકારના પ્રયાસો પર પાણી ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે.. છેલ્લા એક મહિનામાં કાશ્મીરી પંડિતો અને બહારથી ઘાટીમાં આવીને નોકરી-ધંધો કરતા લોકોની હત્યાની ઘટનાઓએ ઘાટીમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.. અનેક કાશ્મીરી પંડિતો ફરીએકવાર ઘાટી છોડીને જમ્મà«
Advertisement
કાશ્મીર ઘાટીમાં ટાર્ગેટેડ કિંલિંગની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. આતંકીઓ ટાર્ગેટેડ કિંલિંગ દ્વારા કાશ્મીર ઘાટીમાં પંડિતોનું પુનર્વસન કરાવવાના સરકારના પ્રયાસો પર પાણી ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે.. છેલ્લા એક મહિનામાં કાશ્મીરી પંડિતો અને બહારથી ઘાટીમાં આવીને નોકરી-ધંધો કરતા લોકોની હત્યાની ઘટનાઓએ ઘાટીમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.. અનેક કાશ્મીરી પંડિતો ફરીએકવાર ઘાટી છોડીને જમ્મુમાં ચાલ્યા ગયા છે.. કોણ કરાવી રહ્યું છે ટાર્ગેટેડ કિંલિંગ. ટાર્ગેટેડ કિંલિંગ કરાવવા પાછળ શું છે ઉદ્દેશ્ય અને કઇ રીતે આ મામલો વિપક્ષો માટે સરકારને ઘેરવાનો મુદ્દો બન્યો છે આવો જાણીએ..
જમ્મુ -કાશ્મીરમાં ટાર્ગેટેડ કિંલિંગની ઘટનાઓ સતત વધી રહી છે. એક મહિનામાં 9 લોકોનું ટાર્ગેટ કિંલિંગ થયું છે. ટાર્ગેટ કિંલિંગમાં મોટેભાગે કાશ્મીરી પંડિતો અને બહારથી ઘાટીમાં આવીને નોકરી-ધંધો કરતા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સતત વધતી ટાર્ગેટ કિંલિંગની ઘટનાઓએ 90ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર થયેલા હુમલાઓની યાદ તાજી કરાવી દીધી છે. માનવામાં આવે છે કે પાકિસ્તાન સ્થાનિક આતંકવાદીઓને શસ્ત્રો અને પૈસા આપીને ઘાટીમાં અશાંતિ ફેલાવવાની યોજનાઓને અંજામ આપી રહ્યું છે.
- જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગની વધતી ઘટનાઓ
- એક મહિનામાં ટાર્ગેટેડ કિલિંગની 9 ઘટનાઓ
- પરપ્રાતિંય શ્રમિકો, કાશ્મીરી પંડિતો નિશાન
- ટાર્ગેટેડ કિંલિંગ પાછળ પાકિસ્તાનનો હાથ
છેલ્લા કેટલાક મહિનાઓમાં જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગની ઘટનાઓ ઝડપથી વધી છે. છેલ્લા એક મહિનામાં 9 લોકોની આ રીતે હત્યા કરવામાં આવી છે. આમાં આતંકવાદીઓએ ખાસ કરીને પરપ્રાંતિય મજૂરો, કાશ્મીરી પંડિતો અને ઑફ ડ્યુટી પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા છે. કાશ્મીરમાં થઇ રહેલી આ ટાર્ગેટેડ કિલિંગ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું માનવામાં આવે છે, પાકિસ્તાન સ્થાનિક આતંકવાદીઓને શસ્ત્રો અને પૈસા આપીને ઘાટીમાં અશાંતિ ફેલાવવાની યોજનાઓને અંજામ આપી રહ્યું છે.
- 2022માં અત્યાર સુધીમાં 16 ટાર્ગેટેડ કિલિંગ
- ચોક્કસ વ્યક્તિને નિશાન બનાવીને તેની હત્યા
- પાકિસ્તાન ચલાવી રહ્યું છે 'ઓપરેશન રેડ વેવ'
- 80-90ના દાયકામાં પણ પાકે ચલાવ્યું હતું ઓપરેશન
કાશ્મીરમાં આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 16 લોકોની ટાર્ગેટેડ કિલિંગ થઈ ચૂકી છે. ટાર્ગેટેડ કિલિંગ એટલે ચોક્કસ વ્યક્તિઓને નિશાન બનાવીને તેમની હત્યા કરવી. કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતો અને પરપ્રાંતિય મજૂરોને આ રીતેજ નિશાન બનાવીને તેમની હત્યા કરી છે.અહેવાલો અનુસાર પાકિસ્તાન કાશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગ માટે ઓપરેશન રેડ વેવ ચલાવી રહ્યું છે. અગાઉ પાકિસ્તાને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા માટે 1980-90ના દાયકામાં ઓપરેશન ટુ પાક ચલાવ્યું હતું. કાશ્મીરી પંડિતો પર તાજેતરમાં થયેલા હુમલાઓએ 90ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર મોટા પાયે થયેલા હુમલાઓ અને તેમને ખીણ છોડવા માટે મજબૂર કર્યાની યાદોને તાજી કરી દીધી છે.
- પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો હાથ
- કાશ્મીરી પંડિતોનું હિટ-લિસ્ટ કર્યુ છે તૈયાર
અહેવાલો અનુસાર, 90ના દાયકાની જેમ આ વખતે પણ આ ઘટનાઓ પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો હાથ છે, જેણે ઘાટીમાં અશાંતિ ફેલાવવા માટે કાશ્મીરી પંડિતોની હિટ-લિસ્ટ તૈયાર કરી છે. યાદીમાં એવા કાશ્મીરી પંડિતોનો સમાવેશ થાય છે જેઓ તાજેતરના વર્ષોમાં કાશ્મીર પરત ફર્યા હતા અથવા 1990ના દાયકામાં કાશ્મીરમાં રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે ISIની આ જ હિટ-લિસ્ટ હેઠળ, આ વર્ષે 12 મેના રોજ, આતંકવાદીઓએ રાહુલ ભટ્ટ અને ગયા વર્ષે અગ્રણી ઉદ્યોગપતિ માખન લાલ બિન્દ્રુની હત્યા કરી હતી, જે બંને કાશ્મીરી પંડિત હતા.
- ગુનાહિત રેકોર્ડ ન હોય તેવા યુવાનોની પસંદગી
- પોતાની સંડોવણી ટાળવા સ્થાનિક યુવાનોની પસંદગી
- યાસીન મલિકને સજાને લઇને આતંકી સંગઠનોનો રોષ
- ઘાટીમાં ભય ફેલાવવા ટાર્ગેટેડ કિલિંગને અંજામ
ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, ટાર્ગેટેડ કિલિંગ માટે, પાકિસ્તાન સ્થાનિક કાશ્મીરી યુવાનોનો ઉપયોગ કરી રહ્યું છે જેમનો અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. આ યુવાનો પાસે ટાર્ગેટ કિલિંગ કરાવીને પાકિસ્તાનમાં બેઠેલા માસ્ટરમાઇન્ડ આને સ્થાનિક મામલો ગણાવીને તેમની સંડોવણી ટાળી શકે છે.નિષ્ણાતોનું કહેવું છે કે તાજેતરમાં અલગાઉવાદીઓ પર કરવામાં આવેલી કડક કાર્યવાહી અને યાસીન મલિકને આજીવન કેદની સજા બાદ આતંકવાદી સંગઠનો ગુસ્સે ભરાયા છે. તેઓ ખીણમાં ભય ફેલાવવા માટે ટાર્ગેટ કિલિંગ કરી રહ્યા છે.
- હાઇબ્રિડ આતંકીઓ મોટેભાગે યુવાન
- સામાન્ય લોકોની વચ્ચે જ રહેતા હોય છે
- ડ્રગ્સ અને પૈસા માટે આ કામ કરે છે
- હત્યા કર્યા બાદ ફરી સામાન્ય જીવન જીવવા લાગે છે
આ ટાર્ગેટેડ કિલિંગને હાઇબ્રિડ આતંકીઓ અંજામ આપી રહ્યા છે. હાઇબ્રિડ આતંકીઓ મોટાભાગે યુવાન હોય છે. આ લોકો સામાન્ય લોકોની વચ્ચે રહે છે. તેઓ કેટલાક પૈસા અને ડ્રગ્સ માટે ટાર્ગેટેડ કિલિંગને અંજામ આપે છે. આ હાઇબ્રિડ આતંકીઓનું બ્રેઈનવોશ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા કરવામાં આવે છે.સરહદ પારથી ઘૂસણખોરી પર અંકુશ લગાવ્યા બાદ હાઇબ્રિડ આતંકીઓના હુમલા વધ્યા છે. આ આતંકીઓ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRF સાથે સંકળાયેલા છે. TRF લશ્કર સાથે જોડાયેલું સંગઠન છે. જેમાં જમ્મુ-કાશ્મીરના યુવાનોની ભરતી કરવામાં આવી રહી છે અને તેમને હુમલા માટેની તાલીમ આપવામાં આવે છે. હાઇબ્રિડ આતંકીઓ એવા સ્થાનિક યુવાનો છે, જેમનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. તેઓ પોતાના આકાઓના આદેશ પર પિસ્તોલ લઇને આવે છે અને હુમલો કરીને ફરાર થઇ જાય છે. હુમલાને અંજામ આપ્યા બાદ તેઓ ફરીએકવાર સામાન્ય જીવન જીવવા લાગે છે. આથી સુરક્ષા એજન્સીઓ માટે તેમની ઓળખ કરવી ખુબ મુશ્કેલ બની રહે છે.
- ટાર્ગેટ કિંલિંગ બન્યું રાજકીય મુદ્દો
- વિપક્ષોએ કર્યા સરકાર પર પ્રહાર
- કહ્યું માત્ર મિટીંગ નહીં, એક્શન લે સરકાર
કાશ્મીર ઘાટીમાં વધેલી ટાર્ગેટ કિંલિંગની ઘટનાઓ પર રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી અને શિવસેનાએ કેન્દ્ર સરકાર પર આ મામલે આકરા પ્રહાર કર્યા છે. ટાર્ગેટ કિંલિંગની વધતી ઘટનાઓને લઇને કેન્દ્ર સરકાર પણ ગંભીર બની છે. આ મામલે ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિંહા પણ શામેલ થયા હતા.


