Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખંભાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કોણે કર્યો? જાણો

હિંમતનગર અને ખંભાતમાં રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરાયા બાદ હિંસા ફાટી નિકળી હતી. 2020માં પણ ખંભાતમાં આ જ રીતે તોફાનો થયા હતા જેમાં બે કોમના લોકો આમને સામને આવી ગયા હતા. તે વખતે પણ તોફાનો શાંત પાડવા માટે ગૃહ વિભાગે ચોક્કસ અધિકારીઓની નિમણુક કરી હતી.ઉલ્લેખનીય છે કે આ વખતે ખંભાતમાં જે તોફાનો થયા તેની પાછળ સ્થાનિક રાજકારણમાં પડેલા વિભાજનો જવાબદાર હોવાનું જણાઈ આà
ખંભાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કોણે કર્યો  જાણો
Advertisement

હિંમતનગર અને ખંભાતમાં રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરાયા બાદ હિંસા ફાટી નિકળી હતી. 2020માં પણ ખંભાતમાં આ જ રીતે તોફાનો થયા હતા જેમાં બે કોમના લોકો આમને સામને આવી ગયા હતા. તે વખતે પણ તોફાનો શાંત પાડવા માટે ગૃહ વિભાગે ચોક્કસ અધિકારીઓની નિમણુક કરી હતી.ઉલ્લેખનીય છે કે આ વખતે ખંભાતમાં જે તોફાનો થયા તેની પાછળ સ્થાનિક રાજકારણમાં પડેલા વિભાજનો જવાબદાર હોવાનું જણાઈ આવે છે.ખંભાતની શાંતિ ડહોળવાનો કોણે પ્રયાસ કર્યો 

મહત્વનું છે કે ખંભાતમાં જે તોફાની તત્વોએ રામનવમીની શોભાયાત્રા પર પત્થરમારો કર્યો હતો તે લોકો બહારથી આવ્યા હતા અને મુસ્લિમ સંપ્રદાયનો ધર્મપ્રચાર કરનારા "જમાત" જેને કહેવામાં આવે છે તેવા ચોક્કસ કટ્ટરપંથીઓ દ્વારા ખંભાતની શાંતિ ડોળવવાના સફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પ્રયાસોમાં સ્થાનિક લોકોની મદદ લેવાઇ હતી. તેના માટેની  લાખો રૂપિયાની રકમ પણ ચુકવવામાં આવી હોવાની વાતો હાલ સંભળાઈ રહી છે. વર્ષ 2020માં જયારે ખંભાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા ત્યારે લગભગ ત્રણ દિવસ સુધી ખંભાતમાં અશાંતિ ભર્યો માહોલ જોવા મળ્યો હતો અને અને ત્યારે પણ જમાત દ્વારા ખંભાતના કેટલાક ચોક્કસ લોકોને 20 થી 26 લાખ જેટલા રૂપિયા પણ ચુકવવામાં આવ્યા હોવાની નક્કર વિગતો સામે આવી છે. આ વખતે જયારે ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો તેમાં ચોક્કસ સમુદાયની સંસ્થા દ્વારા પૈસાનું ફંડિંગ કરવામાં આવ્યું છે અને આ પૈસાની લેવડ દેવડ આંગડીયા મારફતે કરવામાં આવી હોવાનું પણ સંભળાઈ રહ્યું છે. પોલીસે પણ સ્વીકાર્યું છે કે હુમલા પાછળ વિદેશી ફંડિંગ થયું હોય તેવું પોલીસનું અનુમાન છે અને તે દિશામાં પણ આણંદ જીલ્લા પોલીસની ખાસ ટીમ તપાસ કરી રહી છે. 
તોફાની તત્વોને શું સૂચના અપાઇ હતી
શોભાયાત્રાની પોલીસ મંજુરી જ્યારે મળી ગઈ હતી ત્યારે જ જમાત દ્વારા શોભાયાત્રા પર પત્થરમારો કરવાનો પ્લાનિંગ કરી લેવામાં આવ્યો હતો અને એક ખાસ મીટીંગ કરવામાં આવી હતી જેમાં તોફાની તત્વો અને ધાર્મિક કટ્ટરપંથીઓ સામેલ હતા. જમાત દ્વારા મીટીંગમાં હાજર પથ્થરબાજીઓ અને કટ્ટરપંથીઓને સુચના આપી દેવામાં આવી હતી કે સામાન્ય ગુનો રજીસ્ટર થાય તે મુજબની કામગીરી કરવાની રહેશે. જમાત દ્વારા તોફાની તત્વોના પરિવારજનોને ચોક્કસ રકમ તેઓના પરિવાજનોને મળી જશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી. ઉપરાંત કોર્ટ કચેરીને લગતી કોઈપણ કામગીરી હોય કે પછી કાનૂની લડત હોય તે તમામ બાબતની જવાબદારી જમાત દ્વારા લેવામાં આવી હોવાની ચર્ચાઈ રહ્યું છે.
ગુપ્તચર વિભાગના એલર્ટ બાદ પણ હિંસા 
ખંભાતના સ્થાનિક રાજકારણમાં ત્રણ જેટલા ફાંટા પડી ગયા છે.શોભાયાત્રાના થોડાક દિવસો અગાઉ સ્ટેટ આઈ.બી દ્વારા તંત્રને એક એસેસમેન્ટ રીપોર્ટ સોપવામાં આવ્યો હતો તે છતાંય સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની મહોલ્લા મીટીંગ અથવા તો શાંતિ સમિતિની કોઈપણ પ્રકારની બેઠકો બોલાવવામાં આવી ન હતી. જેના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની ચર્ચા સ્થાનિક પોલીસ બેડામાં થઇ રહી છે.
જમાત શું કામ કરે છે મુસ્લિમ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે કામ કરનાર લોકોને જમાત કહેવામાં આવે છે. ખુબ જ ખાનગી રાહે મુસ્લિમ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતા હોય છે અને મુસ્લિમ વિસ્તારો અને દરગાહો અને મસ્જીદોમાં જઈને મુસ્લિમ સમાજના ઉત્થાન માટે કામ કરતા હોવાનું જણાવાય છે. જે લોકો તેઓની માનસિકતા સાથે સહમતી દર્શાવે તેમને તમામ પ્રકારની મદદ આ જમાત દ્વાર કરવામાં આવતી હોય છે. 
Advertisement
Tags :
Advertisement

.

×