આ નવરાત્રિમાં કેમ પ્લાસ્ટિકના ઢોલની માંગ વધી? જાણો તેની પાછળનું કારણ
- નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી
- બજારમાં પ્લાસ્ટિકના ઢોલની માંગમાં વધારો
- વરસાદના ભયથી પ્લાસ્ટિકના ઢોલની માગ
- ચાંબડાના ઢોલનો અવાજ વરસાદમાં બદલાઈ જાય
- કાલુપુરના ડબગરવાડમાં ઢોલ ખરીદીમાં કલાકારો વ્યસ્ત
Navratri : નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ અને કલાકારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના કાલુપુર વિસ્તારના ડબગરવાડમાં ઢોલ ખરીદવા માટે કલાકારોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે, ખાસ કરીને પ્લાસ્ટિકના ઢોલની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. તેનું મુખ્ય કારણ ચોમાસાની અનિશ્ચિતતા અને વરસાદનો ભય છે.
કલાકારોનું માનવું છે કે, વરસાદના કારણે ચામડાના ઢોલનો અવાજ બદલાઈ જાય છે, જેનાથી ગરબાની રમઝટ બગડી શકે છે. આ સમસ્યાને ટાળવા માટે, કલાકારો પ્લાસ્ટિકના ઢોલ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે તે પાણીથી પ્રભાવિત થતા નથી અને તેમનો અવાજ યથાવત રહે છે. આમ, વરસાદના જોખમ વચ્ચે પણ ગરબાની મોજ બગડે નહીં તે માટે આ વર્ષે પ્લાસ્ટિકના ઢોલનું ચલણ વધ્યું છે.
આ પણ વાંચો : Vadodara : નવરાત્રિ ફેસ્ટિવલના આયોજકોએ ગરબા માટે કર્યું ભૂમિપૂજન


