Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શા માટે આ પાકિસ્તાની છોકરાને દુબઇના ક્રાઉન પ્રિન્સે ફોન કર્યો

UAEમાં વચ્ચેના રસ્તા પરથી બે ભારે ઇંટો હટાવતા એક વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. આ વ્યક્તિ પાકિસ્તાની નાગરિક છે જ દુબઇમાં ડીલેવરી બોય તરીકે કામ કરે છે, તેનુ નામ અબ્દુલ ગફૂર છે. તે 2 વર્ષનો યંગસ્ટર છે. આ વીડિયો વાઈરલ થયા બાદ અબ્દુલને UAEમાં ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. આ વ્યક્તિને ખુદ ક્રાઉન પ્રિન્સે ફોન  કરીને તેના વખાણ કર્યા છે. યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)માં હાલમાં ભરચક
શા માટે આ પાકિસ્તાની છોકરાને દુબઇના ક્રાઉન પ્રિન્સે ફોન કર્યો
Advertisement
UAEમાં વચ્ચેના રસ્તા પરથી બે ભારે ઇંટો હટાવતા એક વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. આ વ્યક્તિ પાકિસ્તાની નાગરિક છે જ દુબઇમાં ડીલેવરી બોય તરીકે કામ કરે છે, તેનુ નામ અબ્દુલ ગફૂર છે. તે 2 વર્ષનો યંગસ્ટર છે.
 
આ વીડિયો વાઈરલ થયા બાદ અબ્દુલને UAEમાં ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. આ વ્યક્તિને ખુદ ક્રાઉન પ્રિન્સે ફોન  કરીને તેના વખાણ કર્યા છે. યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)માં હાલમાં ભરચક ટ્રાફિક વચ્ચે રસ્તા પરથી બ્લોક હટાવતા એક વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વ્યક્તિ UAE સ્થિત ફૂડ ડિલિવરી કંપની તાલાબત નો કર્મચારી હતો, જેની ઓળખ અબ્દુલ ગફૂર અબ્દુલ હકીમ તરીકે થઈ હતી, જે પાકિસ્તાનનો નાગરિક છે. આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે અબ્દુલ હંમેશની જેમ પોતાની બાઇક પર ડિલિરવી પહોંચાડવા જઈ રહ્યો હતો. તેને અલ કુઝની ભીડવાળા રસ્તા વચ્ચોવચ ટ્રાફિક વચ્ચે તેણે બે ત્રણ બ્લોક પડેલા જોયાં.ત્યાં કોઇ વાહન અક્માતનો ભોગ ન બને તે માટે તે બાઇક પરથી ઉતર્યો અને રસ્તા પરથી તે  અડચણ રુપ બ્લોક ઉપાડીને બાજુમાં મૂકી દીધા અને પોતાના કામ માટે નીકળી ગયો.


વિડીયો વાયરલ થયા બાદ અબ્દુલની સર્વત્ર પ્રશંસા થઈ હતી, UAEના ક્રાઉન પ્રિન્સે અબ્દુલને ફોન કરીને તોણે કરેલા  સારા કામની પ્રશંસા કરી છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિનબિન રશીદ અલ મકતુમે આ વિડીયો શેર કરીને  અબ્દુલની પ્રશંસા કરી છે. ક્રાઉન પ્રિન્સ તેનો આ વિડીયો શેર કરીને લોકો પાસેથી માહિતી માંગી હતી કે આ વ્યક્તિ  કોણ છે, તેઓ આ ઉમદા કામ કરનાર વ્યક્તિ અંગે જાણવા માંગતા હતા. બાદમાં તેમણે અપડેટ પણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ વ્યક્તિની ઓળખ થઇ ગઇ છે. 
Advertisement
Tags :
Advertisement

.

×