Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રશિયાની ધમકી છતાં સ્વીડન અને ફિનલેન્ડ NATOમાં જોડાશે ? રશિયાને યુક્રેનની જેમ ચેલેન્જ આપવાની તૈયારીમાં

રશિયા અને યુક્રેનના હુમલા વચ્ચે ફિનલેન્ડ અને સ્વીડનની સરકારોએ પણ રશિયા સામે હિંમત બતાવવાનું શરૂ કર્યું છે. આ અઠવાડિયે બંને દેશો નક્કી કરી શકે છે કે તેઓ પશ્ચિમી સૈન્ય સંગઠન નાટોમાં જોડાવા માંગે છે કે નહીં? યુક્રેન પર રશિયાના હુમલાએ લાંબા સમયથી ચાલી આવતી માન્યતાને તોડી પાડી દીધી છે કે શક્તિશાળી પાડોશી સાથે મુકાબલો ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ કોઈપણ લશ્કરી સંગઠનથી દૂર રહેવાનો છે. જો à
રશિયાની ધમકી છતાં સ્વીડન અને ફિનલેન્ડ natoમાં જોડાશે   રશિયાને યુક્રેનની જેમ ચેલેન્જ આપવાની
તૈયારીમાં
Advertisement

રશિયા અને
યુક્રેનના હુમલા વચ્ચે ફિનલેન્ડ અને સ્વીડનની સરકારોએ પણ રશિયા સામે હિંમત
બતાવવાનું શરૂ કર્યું છે. આ અઠવાડિયે બંને દેશો નક્કી કરી શકે છે કે તેઓ પશ્ચિમી
સૈન્ય સંગઠન નાટોમાં જોડાવા માંગે છે કે નહીં
? યુક્રેન પર રશિયાના હુમલાએ લાંબા સમયથી ચાલી આવતી માન્યતાને તોડી
પાડી દીધી છે કે શક્તિશાળી પાડોશી સાથે મુકાબલો ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ કોઈપણ
લશ્કરી સંગઠનથી દૂર રહેવાનો છે.
જો ફિનલેન્ડના પ્રમુખ અને બંને
દેશોમાં સત્તારૂઢ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી આગામી થોડા દિવસોમાં જોડાવાનું સમર્થન
કરે તો
NATO
ટૂંક સમયમાં જ રશિયાના થ્રેશોલ્ડ પર
બે દેશો સાથે જોડાઈ શકે છે. બંને નોર્ડિક દેશો માટે આ એક ઐતિહાસિક ઘટના હશે.
સ્વીડને
200 થી વધુ વર્ષોથી લશ્કરી જોડાણમાં
જોડાવાનું ટાળ્યું છે
. જ્યારે ફિનલેન્ડ બીજા વિશ્વ યુદ્ધમાં
રશિયાના હાથે તેની હાર બાદ તટસ્થ વલણ અપનાવ્યું છે.


Advertisement

ઉલ્લેખનિય છે કે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયન હુમલા પહેલા સ્ટોકહોમ અને
હેલસિંકીમાં નાટો સભ્યપદ પર ક્યારેય ગંભીરતાથી વિચારણા કરવામાં આવી ન હતી. પરંતુ
રાતોરાત બંને દેશોની રાજધાનીઓમાં ચર્ચાનો વિષય બદલાઈ ગયો. પહેલા ચર્ચા થતી હતી કે
આપણે શા માટે જોડાવું
? પણ હવે ચર્ચા એ છે કે કેટલો સમય લાગશે? જો ફિનલેન્ડ અને સ્વીડન જોડાણમાં જોડાય છે, તો રશિયા પોતાને બાલ્ટિક સમુદ્ર અને આર્કટિકમાં નાટો દેશોથી
સંપૂર્ણપણે ઘેરાય જશે. ફિનલેન્ડના રાજદૂત
હેલી હૌટાલા જેઓ અગાઉ મોસ્કોમાં તૈનાત છે અને હાલમાં ન્યૂ અમેરિકન
સિક્યોરિટીમાં વોશિંગ્ટન સ્થિત સંશોધક છે.
તેમણે કહ્યું, હુમલા પહેલાની સ્થિતિ અહીં પાછી આવવાની નથી.

Advertisement


ફિનિશ રાષ્ટ્રપતિ
સોલી નિનિસ્ટો ગુરુવારે નાટો સભ્યપદ અંગેના તેમના વલણની જાહેરાત કરે તેવી અપેક્ષા
છે. બંને દેશોમાં સત્તારૂઢ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીઓ આ સપ્તાહના અંતમાં તેમની
સ્થિતિ સ્પષ્ટ કરવાની તૈયારી કરી રહી છે. જો સભ્યપદ અંગે પક્ષનો જવાબ
'હા' હોય તો નાટોના સભ્યપદ માટે બંને
દેશોની સંસદમાં મજબૂત બહુમતી હશે. આ ઔપચારિક અરજી પ્રક્રિયાની તાત્કાલિક શરૂઆત
માટે માર્ગ મોકળો કરશે. ફિનલેન્ડની સોશિયલ ડેમોક્રેટ પાર્ટી
વડાપ્રધાન સન્ના મારિનની આગેવાની હેઠળ નાટો સભ્યપદ માટેની અરજીઓને સમર્થન આપવા માટે અન્ય ફિનિશ પક્ષોમાં
જોડાઈ શકે છે. જો કે
સ્વીડનમાં
પરિસ્થિતિ એટલી સ્પષ્ટ નથી. સ્વીડનની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા હંમેશા
બિનજોડાણ માટે પ્રતિબદ્ધ રહ્યા છે
, પરંતુ પક્ષના નેતા અને વડા પ્રધાન મેગડાલેના એન્ડરસને કહ્યું છે કે
'24 ફેબ્રુઆરી પહેલા અને પછી' સ્પષ્ટ તફાવત છે. સ્વીડનના આબોહવા અને પર્યાવરણ મંત્રી અન્નિકા
સ્ટ્રેન્ડહોલની આગેવાની હેઠળના પક્ષના મહિલા જૂથે નાટોના સભ્યપદ સામે વિરોધ કર્યો
છે. અન્નિકાએ સ્વીડિશ બ્રોડકાસ્ટર
TV4 ને કહ્યું, અમે માનીએ છીએ કે બિન-જોડાણયુક્ત
લશ્કરી હોવું એ આપણા હિતોનું શ્રેષ્ઠ સંરક્ષણ છે.

Tags :
Advertisement

.

×