Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાબર આઝમનું સ્થાન ખતરામાં, સૂર્યકુમાર યાદવ બની શકે છે નંબર વન બેટ્સમેન

વેસ્ટ ઈન્ડિઝને તેની જ ધરતી પર હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે. જોકે, વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ખાસ કરીને T20Iમાં ટીમ ઈન્ડિયા તરફથી સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું હતું. કુમારને સારા પ્રદર્શનનું ફળ તેને ICC T20I Rankingમાં મળ્યું છે. ICC દ્વારા નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની T20I રેન્કિંગમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ àª
બાબર આઝમનું સ્થાન ખતરામાં  સૂર્યકુમાર યાદવ બની શકે છે નંબર વન બેટ્સમેન
Advertisement
વેસ્ટ ઈન્ડિઝને તેની જ ધરતી પર હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે. જોકે, વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ખાસ કરીને T20Iમાં ટીમ ઈન્ડિયા તરફથી સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું હતું. કુમારને સારા પ્રદર્શનનું ફળ તેને ICC T20I Rankingમાં મળ્યું છે. 
ICC દ્વારા નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની T20I રેન્કિંગમાં પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ બેટ્સમેનોમાં ફરી નંબર વન પર આવી ગયો છે. બીજા નંબર પર ભારતના સૂર્યકુમાર યાદવ છે. ICC દ્વારા ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં બાબર આઝમ પ્રથમ નંબરે હતો જ્યારે સૂર્ય કુમાર યાદવ બીજા નંબરે હતો, પરંતુ તેમની વચ્ચે માત્ર બે પોઈન્ટનું અંતર હતું. આ પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સૂર્યકુમાર યાદવ આગામી રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બની શકે છે. પરંતુ આ થઈ શક્યું નહીં. 

નવીનતમ ICC રેન્કિંગ અનુસાર, ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 11 પોઈન્ટ ગુમાવ્યા છે, વેસ્ટ ઈન્ડિઝ સામે T20 ઈન્ટરનેશનલ રમનાર ખેલાડી 816 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-2 સ્થાન પર પહોંચી ગયો છે. જે બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે સૂર્યકુમાર ટૂંક સમયમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને પછાડીને નંબર-1નું સિંહાસન પોતાના નામે કરી લેશે. પરંતુ આ શક્ય જણાતું નથી, 11 પોઈન્ટના કપાત બાદ સૂર્યકુમાર યાદવ 805 પોઈન્ટ પર સ્થિર થઈ ગયો છે. 
જો કે, તેમના નંબરને કોઇ નુકસાન થયું નથી. પરંતુ હવે બાબર અને સૂર્યકુમાર વચ્ચે 13 પોઈન્ટનું અંતર છે, જે 818 પોઈન્ટ સાથે ટોપ પર છે. જેને પાર કરવામાં ભારતીય બેટ્સમેન માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. ભારતે હાલમાં જ T20 શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 4-1થી હરાવ્યું છે. આ સિરીઝમાં સૂર્યાનું બેટ જોરદાર બોલ્યું હતું. ઉભરતા ઓપનર સૂર્યકુમાર યાદવે આ શ્રેણીમાં સૌથી વધુ 135 રન બનાવ્યા હતા. જોકે, તેને છેલ્લી મેચમાં આરામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેણે T20 રેન્કિંગમાં બાબર આઝમના શાસન પરના જોખમને ટાળ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.

×