મહિલાએ ઝોમેટો ડિલિવરી બોયને ઝુડ્યો, વીડિયો થયો વાયરલ
ઈન્ટરનેટ પર એક મહિલાનો વીડિયો વાયરલ (Viral) થયો છે. આ વીડિયોમાં મહિલા ઝોમેટો ડિલિવરી બોયને (Zomato delivery Boy) મારતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને એક ટ્વીટર યૂઝરે ટ્વીટ કર્યો છે. વીડિયો ઘટના સ્થળ પાસે ઉભા કોઈ શખ્સે શૂટ કર્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે ઝોમેટો ડિલિવરી બોય મહિલા માટે જમવાનું લઈને આવે છે અને પેકેટ લીધાં બાદ મહિલા ઝોમેટો ડિલિવરી બોયના સાથીને પોતાના શુઝà
Advertisement
ઈન્ટરનેટ પર એક મહિલાનો વીડિયો વાયરલ (Viral) થયો છે. આ વીડિયોમાં મહિલા ઝોમેટો ડિલિવરી બોયને (Zomato delivery Boy) મારતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને એક ટ્વીટર યૂઝરે ટ્વીટ કર્યો છે. વીડિયો ઘટના સ્થળ પાસે ઉભા કોઈ શખ્સે શૂટ કર્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે ઝોમેટો ડિલિવરી બોય મહિલા માટે જમવાનું લઈને આવે છે અને પેકેટ લીધાં બાદ મહિલા ઝોમેટો ડિલિવરી બોયના સાથીને પોતાના શુઝથી મારવાનું શરૂ કરી દે છે. પરંતુ તે પોતાની નોકરી જવાના ડરથી કંઈ નથી બોલી શકતો.
ટ્વીટર યૂઝર્સે આ વીડિયો 16 ઓગસ્ટના રોજ શેર કર્યો છે પરંતુ વીડિયો શેર કરતા તેણે આ ઘટના કઈ જગ્યાનો છે તેનો ઉલ્લેખ કર્યો નથી. ટ્વીટર યૂઝર્સે કહ્યું કે, ઘટના વિશે જાણવા મળતા જ મેં ઝોમેટોના કસ્ટમર કેરને (Zomato Customer Care) ફોન કર્યો. મેં તેમને જણાવ્યું કે, હું મારો ઓર્ડર લેવા માટે ફોન નથી કરી રહ્યો, મેં એ માટે ફોન કર્યો છે કે, કારણ કે આપના સાથી સાથે કોઈએ મારામારી કરી છે. તે બાદ તેમણે મને રાઈડરને કહેવાનું કહ્યું કે તે રાઈડર સપોર્ટને ફોન કરે. પીડીત રાઈડરે જ્યાપે ફોન કર્યો તો ત્યાં બેસેલા લોકોને કન્નડમાં સમજવામાં મુશ્કેલી આવી રહી હતી. રાઈડરને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક તેની નોકરી ના ચાલી જાય. જોકે આ મહિલાઓ આવું શા માટે કર્યું તે જાણવા મળી શક્યું નથી.
Advertisement


