અંજારમાં ભરણપોષણના કેસમાં મદદ કરવાના બહાને કોર્ટમાં નોકરી કરતા શખ્સ દ્વારા પરિણીતા પર દુષ્કર્મ
રાજ્યમાં મહિલાઓ સાથેના અપરાધોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. એવું લાગે છે કે અપરાધીઓમાં હવે કાયદોનો કે પોલીસનો ડર નથી રહ્યો. તાજેતરમાં જ ભૂજમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. મહિલાને મદદ કરવાના બહાને દુષ્કર્મ આચર્યુ હોવાની વાત પોલીસ ફરિયાદમાં કરવામાં આવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.જે માહિતી સામે આવી છે તે પ્રમાણે અંજારની કોર્ટમાં નોકરી કરતા એક શખ્à
Advertisement
રાજ્યમાં મહિલાઓ સાથેના અપરાધોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. એવું લાગે છે કે અપરાધીઓમાં હવે કાયદોનો કે પોલીસનો ડર નથી રહ્યો. તાજેતરમાં જ ભૂજમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. મહિલાને મદદ કરવાના બહાને દુષ્કર્મ આચર્યુ હોવાની વાત પોલીસ ફરિયાદમાં કરવામાં આવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
જે માહિતી સામે આવી છે તે પ્રમાણે અંજારની કોર્ટમાં નોકરી કરતા એક શખ્સે ૩૧ વર્ષિય પરિણીતાને તેના ભરણપોષણના કેસમાં મદદ કરવાના નામે વિશ્વાસમાં લીધી હતી. ત્યારેબાદ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. જેની સામે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર મનહરલાલ છગનલાલ પારગી નામનો વ્યક્તિ અંજાર કોર્ટમાં નોકરી કરે છે. અંજાર શહેરની જ એક પરિણીતાનો ભરણપોણનો કેસ આ કોર્ટમાં ચાલતો હતો. જેથી આરોપીએ તમારૂ ભરણપોષણ વધુ મંજુર કરાવી આપીશ તેમ કહી ફરિયાદી પરિણીતાનો મોબાઈલ નંબર મેળવ્યો હતો.
મોબાઇલ નંબર મેળવ્યા બાદ મહિલા સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ શાળા નં.૧૭ પાસે પરિણીતાને બોલાવી કોઈ પ્રવાહી પીવડાવી બેભાન કરીને બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીએ પરિણીતાના વાંધાજનક ફોટા પણ પાડી લીધા હતા અને અવારનવાર ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો. છેલ્લા બે વર્ષથી આરોપીના આ કૃત્યથી કંટાળેલી પરિણીતાએ ફરિયાદ કરતા અંજાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


