પ્રેમ મેળવવા 5 હજાર કિમી દુર પહોંચી મહિલા, ટુકડાઓમાં મળી પછી લાશ
ઓનલાઇન ડેટિંગ એપના માધ્યમથી થયો પ્રેમ દક્ષિણ અમેરિકાના દેશ પેરુથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાને ઓનલાઈન ડેટિંગ એપ (Online Dating App) પર પ્રેમ શોધવો ભારે પડ્યો છે. આ મહિલાની લાશ અલગ અલગ જગ્યાએથી ટુકડાઓમાં મળી આવી છે. મહિલાની ઓળખ તેની વીંટીથી થઈ છે. આ મહિલા તેના પ્રેમીને મળવા મેક્સિકો સ્થિત તેના ઘરથી 5 હજાર કિલોમીટર દૂર દક્ષિણ અમેરિકન દેશ પેરુ આવી હતી. પરંતુ ત્યાં તેની સાથે છે
Advertisement
ઓનલાઇન ડેટિંગ એપના માધ્યમથી થયો પ્રેમ
દક્ષિણ અમેરિકાના દેશ પેરુથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાને ઓનલાઈન ડેટિંગ એપ (Online Dating App) પર પ્રેમ શોધવો ભારે પડ્યો છે. આ મહિલાની લાશ અલગ અલગ જગ્યાએથી ટુકડાઓમાં મળી આવી છે. મહિલાની ઓળખ તેની વીંટીથી થઈ છે. આ મહિલા તેના પ્રેમીને મળવા મેક્સિકો સ્થિત તેના ઘરથી 5 હજાર કિલોમીટર દૂર દક્ષિણ અમેરિકન દેશ પેરુ આવી હતી. પરંતુ ત્યાં તેની સાથે છેતરપિંડી થઈ અને તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.
બોયફ્રેન્ડે જ કાઢી નાંખ્યું કાસળ
ડેઈલી મેલમાં છપાયેલા અહેવાલ મુજબ પ્રેમીના હાથે જીવ ગુમાવનાર મહિલાનું નામ બ્લેન્કા એરેલાનો છે. તેમની ઉંમર 51 વર્ષની હતી. બ્લેન્કાને પેરુમાં રહેતા 37 વર્ષના જુઆન નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બ્લાન્કા તેને મળવા મેક્સિકોથી પેરુ આવી હતી. પરંતુ પેરુમાં તેના બોયફ્રેન્ડે તેનું કાસળ કાઢી નાંખ્યું.બ્લેન્કા પેરુ આવ્યા પછી, તેની ભત્રીજી કાર્લા સાથે તેની વાતચીત ચાલુ હતી. પરંતુ અચાનક બ્લેન્કાના ફોન આવતા બંધ થઇ ગયા,અને જ્યારે પરિવારના સભ્યોને ઘણા દિવસો સુધી બ્લેન્કાની કોઇ ખબર ન મળી ત્યારે તેમણે પેરુની સરકાર પાસે મદદની માંગ કરી.
પ્રેમીએ લાશના ટુકડા કરી નાખ્યા
જ્યારે ભત્રીજી કાર્લાએ પ્રેમી યુવક જુઆનનો સંપર્ક કર્યો ત્યારે તેણે કાર્લાને કહ્યું કે પેરુમાં બ્લેન્કાને ફાવતું ન હતું.તે અહીં કંટાળી ગઈ હતી.તેથી તેણે મેક્સિકો પાછા જવાનું નક્કી કર્યુ હતું. જોકે આ વાત સાચી ન હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે જુઆને જ બ્લેન્કાની હત્યા કરી છે, અને બાદમાં તેના શરીરના ટુકડા કરીને તેને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા છે.
વીંટીને આધારે થઇ મહિલાની ઓળખ
પેરુવિયન પોલીસે વિવિધ સ્થળોએથી શરીરના અંગો મેળવ્યા અને બાદમાં એક કપાયેલી આંગળી મળી.તેમાં એક વીંટી પણ હતી જે બ્લેન્કાની હતી.આ પછી બ્લેન્કા હત્યા કેસની કડીઓ જોડાતી રહી, અને હત્યા બ્લેન્કાના બોય ફ્રેન્ડ જુઆનેજ કરી હોવાનું સામે આવ્યું, જે બાદ પોલીસે જુઆનની ધરપકડ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


