મહિલાઓ કામ કરતી થઇ અને રસોડાની વ્યવસ્થા પણ ખોરવાઇ…
આજકાલ ફાસ્ટ ફૂડ વધુ ને વધુ લોકપ્રિય થઈ રહ્યું છે. થોડાક વર્ષો પહેલા ફાસ્ટ ફૂડ કે એવું કશું પણ બહારનું ખાવા માટે આપણે હોટેલ કે રેસ્ટોરન્ટ સુધી જવું પડતું હતું. હવે તો એમાં પણ સુધારો વધારો થતાં હોમ ડીલીવરીનું જે ભૂષણ કે દૂષણ શરૂ થયું છે એને કારણે ફાસ્ટ ફૂડ ખાનારા માણસોનો વર્ગ દિવસેને દિવસે મોટો ને મોટો થતો જાય છે.આવા ફાસ્ટ ફૂડ મોટેભાગે પશ્ચિમના દેશોમાંની પદ્ધતિથી બનાવવાના આગ્રહને à
Advertisement
આજકાલ ફાસ્ટ ફૂડ વધુ ને વધુ લોકપ્રિય થઈ રહ્યું છે. થોડાક વર્ષો પહેલા ફાસ્ટ ફૂડ કે એવું કશું પણ બહારનું ખાવા માટે આપણે હોટેલ કે રેસ્ટોરન્ટ સુધી જવું પડતું હતું. હવે તો એમાં પણ સુધારો વધારો થતાં હોમ ડીલીવરીનું જે ભૂષણ કે દૂષણ શરૂ થયું છે એને કારણે ફાસ્ટ ફૂડ ખાનારા માણસોનો વર્ગ દિવસેને દિવસે મોટો ને મોટો થતો જાય છે.
આવા ફાસ્ટ ફૂડ મોટેભાગે પશ્ચિમના દેશોમાંની પદ્ધતિથી બનાવવાના આગ્રહને કારણે ભારતીય હોજરીને એ લાંબે ગાળે માફક આવતા નથી અને વધુ પડતો ફાસ્ટ ફૂડ ખાનાર બાળક કે વ્યક્તિ આગળ જતા આંતરડાની કે એવી બીજા અંગોની અક્ષમતાનો શિકાર બનવાની શક્યતાઓ વધતી જાય છે.
ફાસ્ટ ફૂડ ખર્ચાળ પણ છે અને તેથી આપણા મધ્યમ વર્ગના રોજ-બરોજના બજેટને ખોરવી પણ નાખે છે.
ફાસ્ટ ફૂડની બનાવટમાં ઊંચા પ્રકારની સ્વચ્છતાના ધોરણોનો આગ્રહ રખાતો હોય એવું કાયમ બનતું નથી અને તેથી સુંદર પેકિંગમાં તૈયાર થઈને તમારે ત્યાં પહોંચેલું ફાસ્ટફૂડ કેવા અસ્વચ્છ હાથો દ્વારા અને અસ્વચ્છ વાતાવરણમાં કે પછી કદાચ જીવજંતુઓની વચ્ચે બનાવવામાં આવ્યો હશે એની જો તમે કલ્પના કરી શકો તો કદાચ ફાસ્ટ ફૂડથી દૂર જવાનું તમને પણ મન થશે.
એક જમાનામાં આપણી ગુજરાતી ગૃહિણી રસોડામાં આપણી પોતાની પરંપરા મુજબની ગુજરાતી વાનગીઓ બનાવીને પોતાના પરિવારને ખવડાવવામાં પોતાનું સૌભાગ્ય સમજતી હતી. સમય બદલાતાં સ્ત્રી પણ કામ કરતી થઇ અને એને કારણે કદાચ રસોડા માટે પૂરતો સમય આપી શકતી ન હોવાથી અવેજીમાં એક વિકલ્પ તરીકે બહારથી ખાવાનું મંગાવી દેવાનું.એ રીતે આ ફાસ્ટ ફૂડના નામે આવતું ધીમું ઝેર છે. એ આપણા પરિવારના શ્વાસ છે સાથે રમત રમતું રહે છે.
આપણે માતા-પિતા તરીકે અને ખાસ તો માતા તરીકે આપણી જવાબદારી સમજીને આપણા ઘરમાં જ આપણા રસોડામાં જ આપણા બાળકોને ગમે, ભાવે અને હોશથી ખાય એવી વાનગીઓ બનાવવાની ટેવ પાડવી પણ રહે અને સાથે સાથે ફાસ્ટ ફૂડના લાંબે ગાળે થતા ભયંકર નુકસાનથી આપણા બાળકોને સાવચેત પણ કરતા જવા પડશે. આવા સહિયારા પ્રયત્નોથી કદાચ આપણે સાંપ્રત પરિસ્થિતિમાં ફાસ્ટ ફૂડની વધતી લોકપ્રિયતાની સામે એક નાનકડો તો નાનકડો પણ અવરોધ ઊભો કરીને આપણા પરિવારને આપણા બાળકોની ફાસ્ટ ફૂડના ચસ્કાથી દૂર રાખી શકીશું.


