તિહાર જેલમાં બંધ યાસીન મલિકની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
દિલ્હીની તિહાર જેલમાં બંધ યાસીન મલિકની તબિયત થોડી ખરાબ છે. જેલ અધિકારીએ જણાવ્યું હતું કે, 'યાસીન મલિક (પ્રતિબંધિત જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટના વડા) બ્લડ પ્રેશરમાં વધઘટને કારણે RML હોસ્પિટલમાં દાખલ થયા છે.કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકની તબિયત બગડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જે બાદ તેમને દિલ્હીની RML હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, યાસીન 22 જુલાઈàª
Advertisement
દિલ્હીની તિહાર જેલમાં બંધ યાસીન મલિકની તબિયત થોડી ખરાબ છે. જેલ અધિકારીએ જણાવ્યું હતું કે, "યાસીન મલિક (પ્રતિબંધિત જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટના વડા) બ્લડ પ્રેશરમાં વધઘટને કારણે RML હોસ્પિટલમાં દાખલ થયા છે.
કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકની તબિયત બગડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જે બાદ તેમને દિલ્હીની RML હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, યાસીન 22 જુલાઈથી ભૂખ હડતાલ પર છે. તેનું કહેવું છે કે, જે મામલાની વિચારણા ચાલી રહી છે તેની યોગ્ય તપાસ થઈ રહી નથી. એટલા માટે તે ભૂખ હડતાલ પર છે. જેલના ઉચ્ચ અધિકારીઓ પણ યાસીન મલિક સાથે વાત કરવા આવ્યા હતા, પરંતુ તેમણે ભૂખ હડતાળ છોડવાની ના પાડી દીધી હતી. આજે યાસીનની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના બ્લડ પ્રેશરમાં વધઘટ જોયા બાદ ડૉક્ટરોએ તેને દિલ્હીની ડૉ. રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં દાખલ કર્યા છે. યાસીન મલિક આ દિવસોમાં તિહાર જેલમાં હતો. વળી, તેણે 22 જુલાઈથી ભૂખ હડતાલ શરૂ કરી છે.
મહત્વનું છે કે, જેલમાં ભૂખ હડતાળ પર બેઠેલા યાસીનનું ડોક્ટરોએ ચેકઅપ કર્યું હતું. શરૂઆતમાં, તેની તબિયત સારી હતી, પરંતુ પછી તેના બ્લડ પ્રેશરમાં વધઘટ થવા લાગી હતી. યાસીને આક્ષેપ કર્યો હતો કે, તેના સ્વાસ્થ્યની યોગ્ય તપાસ કરવામાં આવી રહી નથી અને તેને નસમાં (IV) પ્રવાહી અથવા ગ્લુકોઝ આપવામાં આવ્યું હતું. આ સમાચાર આવ્યા બાદ આજે એટલે કે બુધવારે બપોરે તેને દિલ્હીની ડૉ.રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હવે તેને આ હોસ્પિટલમાં સારવાર મળશે.
Advertisement


