Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં કોર્ટે સંભળાવી આજીવન કેદની સજા

પ્રતિબંધિત સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસીન મલિકને ટેરર ​​ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. દિલ્હીની NIA કોર્ટે યાસિન મલિકને ટેરર ફંડિંગ કેસમાં દોષિત જાહેર કરી આજીવન કેદની સજા સંભળાવી છે. ગુરુવારે કોર્ટે ટેરર ​​ફંડિંગ કેસમાં દોષિત જાહેર કર્યો હતો. યાસીન મલિકે સુનાવણી દરમિયાન કબૂલાત કરી હતી કે તે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો.આ પહેàª
યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં કોર્ટે સંભળાવી આજીવન કેદની સજા
Advertisement

પ્રતિબંધિત સંગઠન
જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસીન મલિકને ટેરર ​​ફંડિંગ કેસમાં
આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. દિલ્હીની NIA કોર્ટે યાસિન મલિકને ટેરર ફંડિંગ કેસમાં દોષિત જાહેર કરી આજીવન
કેદની સજા સંભળાવી છે. ગુરુવારે કોર્ટે ટેરર ​​ફંડિંગ કેસમાં દોષિત જાહેર કર્યો
હતો. યાસીન મલિકે સુનાવણી દરમિયાન કબૂલાત કરી હતી કે તે કાશ્મીરમાં આતંકવાદી
ગતિવિધિઓમાં સામેલ હતો.
આ પહેલા યાસીન
મલિકને દિલ્હીની પટિયાલા કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ સજા પર કોર્ટમાં ચર્ચા થઈ
હતી. આ પછી કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. પટિયાલા કોર્ટ સંકુલમાં સુરક્ષા
વધારી દેવામાં આવી છે.
CAPF, સ્પેશિયલ સેલના જવાનોને પટિયાલા કોર્ટની બહાર તૈનાત કરવામાં
આવ્યા છે.

Advertisement

Advertisement

કોર્ટરૂમમાં હાજર
વકીલ ફરહાને જણાવ્યું કે યાસીન મલિકે કોર્ટમાં કહ્યું કે તે સજા પર કંઈ નહીં બોલે.
કોર્ટે તેને ખુલ્લેઆમ સજા કરવી જોઈએ. મલિકે કહ્યું
, મારી તરફથી સજાની કોઈ વાત થશે નહીં. સાથે જ NIAએ યાસીન મલિકને
ફાંસી આપવાની માંગ કરી હતી. આ પછી યાસીન મલિક
10 મિનિટ સુધી શાંત રહ્યો. યાસીન મલિકે કોર્ટમાં કહ્યું કે મને
જ્યારે પણ કહેવામાં આવ્યું ત્યારે મેં આત્મસમર્પણ કર્યું
, બાકી કોર્ટ જે યોગ્ય
લાગે તે કરે. 
કોર્ટે કહ્યું છે કે
મલિકે
'આઝાદી'ના નામે જમ્મુ અને
કાશ્મીરમાં આતંકવાદી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે ભંડોળ એકત્ર કરવાના
હેતુથી વિશ્વવ્યાપી નેટવર્ક સ્થાપ્યું હતું. એનઆઈએએ આ મામલામાં
30 મે 2017ના રોજ કેસ નોંધ્યો
હતો. આ કેસમાં
18 જાન્યુઆરી 2018ના રોજ એક ડઝનથી વધુ
લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.


નેશનલ ઇન્વેસ્ટિગેશન
એજન્સી (
NIA) એ કોર્ટમાં કહ્યું
હતું કે લશ્કર-એ-તૈયબા
, હિઝબુલ મુજાહિદ્દીન, JKLF, જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોએ પાકિસ્તાનની ISIના સમર્થનથી ભારતમાં
મોટા પાયે નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલા કર્યા હતા
યાસીન મલિકે કોર્ટને
કહ્યું હતું કે તે કલમ
16 (આતંકવાદી પ્રવૃત્તિ), 17 (આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ ઊભું કરવા), 18 (આતંકવાદી કૃત્ય
કરવાનું કાવતરું)
, અને 20 (આતંકવાદી જૂથ અથવા સંગઠનનો સભ્ય હોવા) માટે દોષિત છે. UAPA અને ભારતીય તે પીનલ
કોડની કલમ
120-B (ગુનાહિત કાવતરું) અને 124-A (રાજદ્રોહ) હેઠળ તેમની સામેના આરોપોને પડકારવા માંગતા નથી.

 

Tags :
Advertisement

.

×