Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યોગાલય લાઈફ મિશનના પ્રણેતા અને યોગગુરુ સદગુરૂ રાજર્ષિ મુનિ બ્રહ્મલીન થયા

સમગ્ર વિશ્ચમાં યોગ અને પ્રાણાયામનો ડંકો વગાડનાર ભારત રાષ્ટ્રના મહાન વિભૂતિ એવા રાજર્ષિ મુનિએ ટૂંકી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન બાદ મોટી સંખ્યામાં અનુયાયીઓ શોકમગ્ન બન્યા છે. આજે સવારે 8:30 થી મલાવ (વડોદરા) તેઓના આશ્રમ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યા છે. જ્યારે આવતીકાલે એટલે કે 31/8/2022 બુધવારે સવારે લીબડીના જાખણ લાઈફ મિશન ખાતે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કà
યોગાલય લાઈફ મિશનના પ્રણેતા અને યોગગુરુ સદગુરૂ રાજર્ષિ મુનિ બ્રહ્મલીન થયા
Advertisement
સમગ્ર વિશ્ચમાં યોગ અને પ્રાણાયામનો ડંકો વગાડનાર ભારત રાષ્ટ્રના મહાન વિભૂતિ એવા રાજર્ષિ મુનિએ ટૂંકી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન બાદ મોટી સંખ્યામાં અનુયાયીઓ શોકમગ્ન બન્યા છે. આજે સવારે 8:30 થી મલાવ (વડોદરા) તેઓના આશ્રમ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યા છે. જ્યારે આવતીકાલે એટલે કે 31/8/2022 બુધવારે સવારે લીબડીના જાખણ લાઈફ મિશન ખાતે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મોટી સંખ્યામાં લાઇફ મિશનના અનુયાયીઓ સેવકો અને ભાવિકો દર્શનાર્થે ઉમટી પડશે. દેશ વિદેશમાં વસતા લકુલીશ યોગાલય લાઈફ મિશનના અનુયાયીઓ લીંબડી ખાતે ઉમટી પડશે. પરમ પૂજ્ય ગુરુજી સ્વામી રાજર્ષિ મુનીજી બ્રહ્મલિન થયા છે ત્યારે મુનીજીના અંતિમ દર્શન ભક્તો માટે 30 ઓગસ્ટના રોજ માલવ ખાતે રાખવામાં આવ્યા છે. 31 ઓગસ્ટના રોજ સવારે 11:00 કલાકે રાજ રાજેશ્વરધામ જાખણ ખાતે ગુરુજીના અગ્નિસંસ્કાર કરવામાં આવશે. ગુરુજીના બ્રહ્મલિન બાદ ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે અનેક રાજકીય આગેવાનોની શ્રદ્ધા ગુરુજી સાથે જોડાયેલી હતી. ત્યારે સરળ સ્વભાવ ધરાવતા ગુરુ સદગુરુ રાજશ્રી મુની બ્રહ્મલિન થતા શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે આવતી કાલે અંતિમ ક્રિયામાં રાજકીય અને દિગ્ગજ નેતાઓ પણ લીમડી જાખણ ગામ નજીક હાજર રહેશે. ઉપરાંત મંત્રી મંડળના નેતાઓ પણ સુરેન્દ્રનગરના જાખણ ગામે અંતિમ દર્શને આવશે અને અગ્નિ સંસ્કાર કાર્યક્રમમાં પણ હાજર રહેશે. 
Tags :
Advertisement

.

×