Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જોશમાં હોશ ખોઇ હોશ ખોઈ બેઠા મિત્રો જુઓ યુવક કેવી રીતે દાઝી ગયો

બર્થ ડે ઉજવણીના ઉન્માદમાં મિત્રોએ એવું કર્યુ કાસ્તાન કે બર્થ ડે બોય જ સળગી ગયો. ઘણીવાર નાનકડી બેદરકારી પણ મોટી જાનહાની સર્જી શકે છે. આ ઘટના મંગળવારે  મહારાષ્ટ્રના અંબરનાથમાં બની છે. જ્યાં બર્થડે સેલિબ્રેશન દરમિયાન એક યુવક બર્થ ડે કેન્ડલની આગની જ્વાળાની ઝપેટમાં આવી ગયો અને ગંભીર રીતે દાઝી ગયો. જન્મદિવસના પાર્ટીમાં  ઉજવણી એવી ઘાતક બની કે બર્થ ડે બોય હાલમાં હોસ્પિટલમાં સારવાર હેàª
જોશમાં હોશ ખોઇ હોશ ખોઈ બેઠા મિત્રો જુઓ યુવક કેવી રીતે દાઝી ગયો
Advertisement
બર્થ ડે ઉજવણીના ઉન્માદમાં મિત્રોએ એવું કર્યુ કાસ્તાન કે બર્થ ડે બોય જ સળગી ગયો. ઘણીવાર નાનકડી બેદરકારી પણ મોટી જાનહાની સર્જી શકે છે. આ ઘટના મંગળવારે  મહારાષ્ટ્રના અંબરનાથમાં બની છે. જ્યાં બર્થડે સેલિબ્રેશન દરમિયાન એક યુવક બર્થ ડે કેન્ડલની આગની જ્વાળાની ઝપેટમાં આવી ગયો અને ગંભીર રીતે દાઝી ગયો. જન્મદિવસના પાર્ટીમાં  ઉજવણી એવી ઘાતક બની કે બર્થ ડે બોય હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

બુવાપાડા વિસ્તારમાં રહેતા રાહુલનો મંગળવારે જન્મદિવસ હતો. મિત્રોએ જન્મદિવસને ખાસ બનાવવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. મિત્રો સરપ્રાઈઝ આપવા માટે ઈંડાં અને લોટ પણ લાવ્યા હતા. રાહુલને બર્થડે કેપ પહેરાવવામાં આવી હતી. 
આ યુવક જેવી જ કેપ કાપી કે ઉત્સાહના ઉન્માદમાં મિત્રોએ મોઢામાં સળગતી કેન્ડલ મૂકી દીધી. પછી તેના  માથામાં ઈંડાં ફેંકવામાં આવ્યાં અને પછી લોટ નાખવામાં આવ્યો.  મોઢામાં દબાયેલી કેન્ડલમાંથી નીકળેલા તણખાથી લોટ સળગ્યો અને ભયાનક આગ લાગી. જ્યાં સુધી આજુ બાજુના લોકો કંઈ સમજે એ પહેલા રાહુલનું શરીર અડધાથી વધુ સળગી ગયું હતું. ગમે તેમ કરીને લોકોએ આગ પર કાબૂ મેળવ્યો અને રાહુલને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો.
રાહુલને ઈજામાંથી બહાર આવતાં સમય લાગશે
લોટ કેન્ડલમાંથી નીકળેલા તણખાની ઝપેટમાં આવતાં યુવક સળગી ગયો. રાહુલ પર લોટ ફેંકનારે જ તેને હોસ્પિટલ પહોંચાડ્યો. ડોકટરે કહ્યું હતું કે આગને કારણે રાહુલનો જીવ તો બચી ગયો, પરંતુ તેને ફરી સ્વસ્થ થતાં ઘણો સમય લાગશે.
Advertisement
Tags :
Advertisement

.

×